ઉત્તરપ્રદેશના ફતેહપુર જિલ્લામાં 14 ડિસેમ્બરના રોજ 18 વર્ષની બાળકી પર દુષ્કર્મ કરવામાં આવ્યું. આ અપરાધ દુષ્કર્મના એ 100 અપરાધ પૈકીનો એક છે જે ભારતમાં દરરોજ બને છે. આ પ્રકારની ઘટનાઓ 16 ડિસેમ્બર 2012ના રોજ નવી દિલ્હીના મુનિરકામાં થયેલી ભયાનક સામૂહિક દુષ્કર્મની ઘટનાઓને અવકાશ પુરો પાડે છે.
આ દુખદ ઘટનાને નિર્ભયા કેસ તરીકે યાદ કરવામાં આવે છે અને પીડિતાની માતા હજી પણ ન્યાય મેળવવા રાહ જોઈ રહી છે. શું ચારેય દોષીની ફાંસીની સજા યથાવત રાખવામાં આવશે? આ એક સંયોગ છે કે, 16 ડિસેમ્બર એ તારીખ છે જ્યારે દિલ્હીની એક અદાલતે ઉન્નાવ દુષ્કર્મ મામલે ભાજપના પૂર્વ ધારાસભ્ય કુલદીપ સેંગરને દોષી ગણાવ્યો છે. કુલદીપ સેંગર અને તેના સાથીઓ પર એક સગીર યુવતી સાથે જૂન 2017માં સામૂહિક દુષ્કર્મનો આરોપ લગાવવામાં આવ્યો છે.
મુખ્ય આરોપીની રાજકીય વગ જોતાં ઉન્નાવ કેસ વધુ ભયાનક છે કે, જેમાં પીડિતા અને તેના પરિવાર પર સ્થાનિક પોલીસ દ્વારા અન્ય ગુનાઓ માટે આરોપ મૂકવામાં આવ્યો છે અને કોર્ટમાં જતી વખતે પીડિતા, તેના વકીલ અને નજીકના સગાઓ એક કાર અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયા હતા. દેશના વિવિધ ભાગોમાં છેલ્લા કેટલાંક સમયમાં દુષ્કર્મના હચમચાવી દેનારા બનાવો બન્યા છે. જે દેશમાં દુષ્કર્મની સંસ્કૃતિની સાક્ષી પુરે છે. જેને કોઈ સમાજ અથવા રાજ્ય અટકાવી શકવામાં સક્ષમ નથી.
નેશનલ ક્રાઈમ રિસર્ચ બ્યૂરો દ્વારા ડેટા તૈયાર કરવામાં આવ્યો છે. જે મુજબ વર્ષ 2017માં દુષ્કર્મના કુલ કેસની સંખ્યા 33 હજાર 885 હતી. એટલે કે સરેરાશ દરરોજ 93 મહિલાઓ પર દુષ્કર્મ ગુજારવામાં આવતો હતો અને જેમાંથી એક તૃતીયાંશ સગીર હતી. આ ઉપરાંત લગભગ 88 હજાર મહિલાઓ પર જાતીય શોષણની ઘટનાઓ બની હતી. એટલેકે રોજની સરેરાશ 240 ઘટનાઓ નોંધાઈ હતી. ગત મહિને વધુ કેટલાક ગંભીર કેસ સામે આવ્યા હતા. જેનાથી રાષ્ટ્રીય સ્તરે આક્રોશ ફેલાયો હતો. જેમાં હૈદરાબાદ, તેલંગાનાની ડોક્ટર યુવતીનો કેસ સામેલ હતો. બાદમાં ઉન્નાવ દુષ્કર્મનો ભોગ બનેલી યુવતીને પણ જીવતી સળગાવવામાં આવી હતી. કારણકે તે કોર્ટમાં જુબાની આપવા જઈ રહી હતી. જેનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ ઉપરાંત પટના કોલેજમાં 20 વર્ષની વિદ્યાર્થી પર સામૂહિક દુષ્કર્મ કરવામાં આવ્યું હતું. આ શરમજનક ઘટનામાં આરોપીઓની યાદી હજી પણ વધી રહી છે.
ન્યાયમાં વિલંબ થવો તેને ન્યાયથી વંચિત રહેવું જ માનવામાં આવે છે. હૈદરાબાદની મહિલા ડોક્ટના કેસમાં પોલીસ દ્વારા દુષ્કર્મના આરોપીઓને એન્કાઉન્ટરમાં ઠાર મારીને ઝડપી ન્યાય પૂરો પાડવામાં આવ્યો. આવી ઘટનાને ન્યાયમાં વિલંબના પ્રત્યાઘાત રુપે કહી શકાય છે. આ ઘટનાની પ્રશાસનના અનેક વરિષ્ઠ અધિકારીઓ અને લોકો દ્વારા પ્રશંસા કરવામાં આવી હતી. પરંતુ આ ઘટના ગંભીર પરિણામ તરફ ઈશારો કરી રહી છે. જેમાં ભારતીય રાજ્ય અને સમાજ કાયદાની તપાસ તેમજ ન્યાયની યોગ્ય પ્રક્રિયાને અવગણવામાં આવી હતી. પોલીસ પર જે વાતને લઈને ફૂલ વરસાવવામાં આવી રહ્યાં હતાં તે ટોળા દ્વારા કોઈને ઘેરીને તેની હત્યા કર્યા બરાબર છે. અને આ પ્રકારની ઘટનાને કાયદેસર બનાવવાનું કામ ખુદ પોલીસ દ્વારા કરવામાં આવ્યું હતું. તે ભારતીય ન્યાયિક પ્રણાલીના તૂટવા તરફ ઈશારો કરે છે, જે હજી પણ 3.3 કરોડથી વધુ કેસના બોજ હેઠળ દબાયેલી છે. (જેમાંથી કેટલાક કેસ આઝાદીના સમયથી પડતર છે)
લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ તરીકે ધારાસભ્યો લોકશાહી સિધ્ધાંતોમાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. તેઓ બંધારણીય છત્ર હેઠળ કાયદા બનાવે છે. મોટાભાગે એવું માનવામાં આવે છે કે, દુષ્કર્મની ઘટનાઓ દુનિયાભરમાં એટલી વ્યાપક થઈ ગઈ છે કે, તેનું કારણ એ છે કે, તેને અટકાવવા કોઈ રાજકીય ઇચ્છાશક્તિ નથી. અથવા એમ કહી શકાય કે, સમાજના પુરુષ વર્ગે દુષ્કર્મને માનવ સ્થિતિના ભાગરૂપે સ્વીકાર્યો છે.
હાલમાં ભારત સહિત દુનિયાભરમાં 'મી ટુ'ના કેસ સામે આવ્યા છે. જેમાં ધનિક અને શક્તિશાળી લોકો શામેલ છે. જે તેનું સ્પષ્ટ ઉદાહરણ છે. આંકડા ઘણા આશ્ચર્યચકિત કરનારા છે. ઉન્નાવ-સેંગર સંબંધ આ ઘૃણાસ્પદ તંત્રની પરાકાષ્ઠા છે. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મે કેન્દ્ર અને રાજ્ય કક્ષાએ (સાંસદો અને ધારાસભ્યો) ભારતીય ધારાસભ્યોનો વિગતવાર સર્વે કર્યો છે, જેનાં પરિણામો ચોંકાવનારા છે. પરંતુ તેમાં કંઈ આશ્ચર્યજનક નથી. વર્ષ 2009થી 2019ના સમયગાળામાં મહિલાઓ વિરુદ્ધના ગુનાના જાહેર કરાયેલા કેસમાં સાંસદની સંખ્યામાં (લોકસભા, જેને ભારતીય લોકશાહીનું મંદિર કહેવામાં આવે છે) 850 ટકાનો વધારો થયો છે. આ સ્થિતિ વધુ ખરાબ ત્યારે લાગે છે જ્યારે લોકશાહીનું રક્ષણ કરનારા ખુદ દુષ્કર્મના અપરાધી બને છે.
એડીઆરના અહેવાલમાં જણાવાયું છે કે, મોટા રાજકીય પક્ષોમાં ભાજપના સાંસદ અને ધારાસભ્યોની સંખ્યા સૌથી વધુ છે એટલે કે 21, ત્યારબાદ ભારતીય કોંગ્રેસ પાર્ટીમાં 16 અને વાયએસઆર કોંગ્રેસ પાર્ટીના 7 સાંસદ / ધારાસભ્યો છે. જેમની સામે મહિલાઓ સાથેના અપરાધીક કેસ નોંધાયા છે. એ વાતમાં કોઈ આશ્ચર્યજનક નથી કે, ભારતમાં દુષ્કર્મની સંસ્કૃતિને અર્થપૂર્ણ રીતે સંબોધવાની રાજકીય ઈચ્છાશક્તિનો અભાવ છે. એ જરુરી છે કે, કાયદો બધા માટે સમાન હોવો જાઈએ.