ગુજરાત

gujarat

ETV Bharat / bharat

લોકડાઉનઃ કોરોના પહેલા ક્યાંક ભૂખ ના મારી નાખે ! જુઓ શ્રમિકોનું દર્દ - શ્રમિકો પર લોકડાઉનની અસર

દેશભરમાં કોરોના વાઈરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે, જેના કારણે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર કડક પગલા લઈ રહી છે. સરકારે દેશમાં 21 દિવસનું લોકડાઉન જાહેર કર્યું છે. આવી સ્થિતિમાં લોકો ખાવા માટે પણ જહેમત ઉઠાવી રહ્યા છે.

Delhipolice government
Delhipolice government

By

Published : Mar 26, 2020, 3:04 PM IST

નવી દિલ્હી: લોકોને કોરોના વાઈરસના સંક્રમણથી બચાવવા માટે કેન્દ્ર સરકારે દેશમાં 21 દિવસનો લોકડાઉન અમલમાં મૂક્યો છે. લોકડાઉનમાં સમાજનો એક વર્ગ એવો પણ છે જેમાં લોકો ભૂખના કારણે ભોજન માટે વલખા મારે છે.

દિલ્હીના શ્રમિકો ચાર દિવસથીભૂખ્યા છે

4 દિવસથી ભૂખ્યા છે લોકો...

દક્ષિણ દિલ્હીના છતરપુરના ફતેહપુર બેરીના ચંદન હોલા વિસ્તારના કામદારોએ છેલ્લા 4 દિવસથી કંઇ ખાધુ ન હતું. તેઓ કહે છે કે, તે બધા રોજનું રોજ કમાતા અને તેમના પરિવારનું ભરણપોષણ કરતા હતા. લોકડાઉન દરમિયાન જે પૈસા બચ્યા હતા જેનાથી 1, 2 દિવસ કોઈક રીતે પસાર થઈ ગયા પરંતુ હવે તેમની મુશ્કેલીઓ વધી ગઈ છે.

આ લોકો પાસે રેશનકાર્ડ પણ નથી. આ લોકો યુપી અને બિહારથી આવતા હતા અને રોજે રોજનું કમાઈ બાળકોનું ભરણપોષણ કરતા હતા. પરંતુ દિલ્હીમાં જનતા કરર્ફયુ પછી હવે તેઓ તેમના વતન પણ નહિ જઈ શકે અને કોઈ કામ પણ કરી શકશે નહીં.

ABOUT THE AUTHOR

...view details