ગુજરાત

gujarat

ETV Bharat / bharat

775 પ્રવાસીઓને લઈને હિમાચલ પ્રદેશથી પશ્ચિમ બંગાળ માટે શ્રમિક સ્પેશિયલ ટ્રેન રવાના - ઉના રેલ્વે સ્ટેશન

શનિવારે મોડી રાત્રે હિમાચલ પ્રદેશના ઉનાથી 775 પરપ્રાંતિય શ્રમિકોને લઇને શ્રમિક સ્પેશિયલ ટ્રેન હાવડા જવા માટે રવાના કરાઇ છે. આ તકે તમામ પ્રવાસીનું થર્મલ સ્ક્રીનિંગ કરવામાં આવ્યુ હતું.

ઉનાથી પશ્ચિમ બંગાળ 775 પ્રવાસીઓને લઇને શ્રમિક સ્પેશિયલ ટ્રેન રવાના
ઉનાથી પશ્ચિમ બંગાળ 775 પ્રવાસીઓને લઇને શ્રમિક સ્પેશિયલ ટ્રેન રવાના

By

Published : Jun 7, 2020, 1:10 PM IST

હિમાચલ પ્રદેશ: ઉનાથી પશ્ચિમ બંગાળ માટે 775 પરપ્રાંતિય શ્રમિકોને લઇને એક શ્રમિક સ્પેશિયલ ટ્રેન હાવડા જવા માટે શનિવારે મોડી રાત્રે રવાના કરાઇ છે. તેના માટે ઉનામાં પ્રવાસીઓના રજીસ્ટ્રેશન પણ કરવામાં આવ્યા હતા.

આ તકે તમામ પ્રવાસીઓના પહેલા થર્મલા સ્ક્રીનીંગ કરવામાં આવ્યા હતા. રવાના કર્યા પહેલા તમામને ફુડ પેકેટ પણ આપવામાં આવ્યા હતા. અંબ રેલ્વે સ્ટેશનથી ટ્રેન રવાના થતાની સાથે જ અધિકારી અને સ્ટાફે પ્રવાસીઓને તાળીઓ દ્વારા વિદાય આપી હતી.

ABOUT THE AUTHOR

...view details