ગુજરાત

gujarat

ETV Bharat / bharat

શ્રમિક સ્પેશિયલ ટ્રેન લખનઉ પહોંચી, 847 મજૂરો ઘરે પહોંચ્યા - labor special train

શ્રમિક સ્પેશિયલ ટ્રેન રવિવાર સવારે 6:00 કલાકે લખનઉના ચારબાગ સ્ટેશન પહોંચી હતી. ચારબાગ રેલવે સ્ટેશન પર કામદારો માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. આ શ્રમિક સ્પેશિયલ ટ્રેન શનિવારે સવારે લગભગ 11:00 કલાકે નાસિકથી રવાના થઈ હતી. આ ટ્રેનમાં લગભગ 847 મજૂરો સવાર હતા. ખાસ ટ્રેનમાં 17 કોચ હતા.

labor-special-train-
શ્રમિક સ્પેશિયલ ટ્રેન

By

Published : May 3, 2020, 10:34 AM IST

ઉત્તર પ્રદેશ: મજૂરો માટેની વિશેષ ટ્રેન રવિવાર સવારે 6:00 કલાકે ચારબાગ રેલવે સ્ટેશન પર પહોંચી હતી. અનાઉન્સમેન્ટ દ્વારા કામદારોને કહેવામાં આવ્યું કે, તેમની બેઠકો પર જ બેસી રહે. સામાજિક અંતરને અનુસરીને એક પછી એક બધા કામદારોને ઉતારવામાં આવ્યા હતા. બહાર નીકળવા માટે મજૂરોની 2 લાઈનો બનાવવામાં આવી હતી. એકબીજા વચ્ચે એક મીટરનું અંતર રાખવામાં આવ્યું હતું.

ટ્રેનમાં લગભગ 847 મજૂરો સવાર હતા

ચારબાગ રેલવે સ્ટેશનના પરિસરમાં એક તબીબી ટીમ રોકાઈ હતી, જે આવેલા તમામ મુસાફરોનું થર્મલ સ્કેનીંગ કર્યા બાદ, આગળ મોકલી દેવામાં આવ્યા હતા. તમામ યાત્રીઓને લંચ પેકેટો આપવામાં આવી રહ્યા હતા. આ ઉપરાંત પરિવહન વિભાગના અધિકારીઓ ત્યાં હાજર હતા, જેઓ યાત્રીઓને તેમની કાર નંબરની માહિતી જિલ્લા મુજબ જણાવી રહ્યા હતા.

નાસિકથી આવતા શ્રમિકોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે, તે માટે સરકારે સ્ટેશનની અંદર અને બહાર સંપૂર્ણ વ્યવસ્થા કરી છે. લંચના પેકેટની સાથે ઘણા ટેન્કર પીવાના પાણી માટે ચારબાગ સ્ટેશનની બહાર ગોઠવવામાં આવ્યા હતા. ઉત્તર પ્રદેશ સરકારની આ કામગીરી જોઈ બીજા રાજ્યોથી લખનઉ પહોંચેલા કામદારોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો હતો.

ખાસ ટ્રેનમાં 17 કોચ હતા

લોકડાઉન દરમિયાન અન્ય રાજ્યોમાં અટવાઈ ગયેલા કામદારો જે પોતાના રાજ્યમાં પરત ફરવા માંગતા હતા. આ બાબતની નોંધ લેતાં રાજ્ય સરકારે ઉત્તર પ્રદેશના કામદારોને પરત લાવવાની યોજના બનાવી હતી. આ અંતર્ગત શ્રમિક સ્પેશિયલ ટ્રેન દ્વારા 847 કામદારોને ચારબાગ સ્ટેશન લાવવામાં આવ્યા હતા.

ચારબાગ રેલવે સ્ટેશનની બહાર આ કામદારોને પરિવહન વિભાગની 33 બસો દ્વારા તેમના સ્થળો પર મોકલવામાં આવશે. લખનઉના 4 યાત્રીને રાધા સ્વામી સત્સંગ ક્વોરેન્ટાઈન સેન્ટરમાં 14 દિવસ માટે ક્વોરેન્ટાઈન કરવામાં આવશે. તબીબી તપાસ કર્યા બાદ તેમને ઘરે મોકલી દેવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details