સૈફ અલી ખાનની આ ફિલ્મ 6 સપ્ટેમ્બરના રિલીઝ થવાની છે. આ ફિલ્મ એક પીરયડ ડ્રામા હશે, જેમાં સૈફની ભૂમિકા બહુ જ દિલચસ્પ હશે. પોસ્ટર રિલીઝ થયા પહેલા પોતાની ભૂમિકાની વાત કરતા સૈફે જણાવ્યું કે, તેઓ પોતાની આગામી ફિલ્મ માટે ઘણી તૈયાકી કરી રહ્યાં છે. આ ફિલ્મમાં તેમનું પાત્ર એક નાગા સાધુનું છે. જેને નવદીપ સિંહ ડાયરેક્ટ કરી રહ્યાં છે.
હાલમાં જ આ ફિલ્મના પ્રોડ્યૂસર સુનીલ લુલ્લાએ જણાવ્યું કે, સૈફ એક ગિફ્ટેડ એક્ટર છે અને સ્ક્રિપ્ટ તેમને પોતાનું ટેલેન્ટ બતાવવા માટે તક આપવામાં આવી રહી છે. 'લાલ કપ્તાન' તેમના કરિયર માટે ઘણાં જ ખાસ થવાના છે. સાથે જ આ ફિલ્મના ડ્રામાટિક પાત્ર અને દિલચસ્પ કહાની માટે તેઓ એકદમ પરફેક્ટ છે.