સહારનપુર: જિલ્લા જેલમાં બંધ જમાતીયોને મળવા કિર્ગીસ્તાનના રાજદૂત પહોંચ્યા. કિર્ગીસ્તાનના રાજદૂતે કિર્ગીસ્તાનના લોકો કે જેઓ જિલ્લા જેલમાં બંધ છે તેમના સ્વાસ્થ્યની જાણકારી મેળવીઅને જેલ દ્વારા આપવામાં આવતી સુવિધાઓ વિશે પણ માહિતી લીધી હતી.
ભારતમાં કોરોના વાઇરસની માહામારી દરમિયાન, અન્ય દેશોમાંથી આવેલા પ્રવાસીઓ દ્વારા તેના ટૂરિસ્ટ વિઝાનો દુરૂપયોગ કરવામાં આવ્યો હતો. સતત વિઝાનો દુરઉપયોગ કરીને લોકોએ તબલીગી જમાત સાથે જોડાવાનું ચાલુ રાખ્યું, ત્યારબાદ તબલીગી જમાતોમાંથી કોરોના વાિરસના ઘણા દર્દીઓ મળી આવ્યા અને આ સંખ્યા વધતી જ રહી.
આમાં, સહારનપુર પોલીસે ટૂરિસ્ટ વિઝા પર આવા જમાતીઓની ધરપકડ કરી હતી અને તેમના કોરોનાનો ટેસ્ટ કરાવ્યો હતો. તેમને ખાસ જેલ બનાવીને ત્યાં રાખવામાં આવ્યા. જેમાં કિર્ગીસ્તાનના કેટલાક જમાતીયો પણ છે. ત્યારે, કિર્ગીસ્તાનના રાજદૂત ભારતના યુપીના સહારનપુર જિલ્લા જેલમાં જમાતીઓને મળવા પહોંચ્યા હતા.
રાજદૂતે જેલમાં બંધ જમાતીઓના હાલતાલ પૂછ્યા, તેમને ફળો આપ્યાં, અને તેઓ માટેની વ્યવસ્થા જોઈને સંતોષ પણ વ્યક્ત કર્યો. તે જ સમયે, તેમણે સહારનપુર જિલ્લા જેલમાં તમામ અટકાયતીઓને ખાતરી આપી હતી કે તેઓ તેમની સરકાર સાથે વાત કરી રહ્યા છે. ટૂંક સમયમાં જ તેને કિર્ગીસ્તાન પાછા મોકલવામાં આવશે.