26મી જાન્યુઆરી 2001નો દિવસ મહા મહિનાની સુદ બીજના શુક્રવારના દિવસે બરાબર 8.45ના ટકોરે સમગ્ર દેશ સાથે કચ્છ જિલ્લો પ્રજાસત્તાક દિનની ઉજવણી માં આનંદમય હતો ત્યાં જ ધરતી ધણધણી ઉઠી હતી. રિક્ટર સ્કેલ પર 6.9ની તીવ્રતાના ભુકંપે થોડી જ ક્ષણોમાં બધું જ હતું ન હતું કરી નાંખ્યું હતું. છેલ્લે 1956માં અંજારમાં ભૂકંપ નોંધાયો હતો. એટેલે પાંચ દાયકે ફરી કચ્છમાં ભૂકંપ થયો હતો ભૂકંપ સાથે લોકોને થોડીવાર તો ખબર જ નહોતી પડી કે આ ભૂકંપ છે. અને ખબર પડી ત્યારે કચ્છ માત્ર નામશેષ બચ્યું હતું.
બરોબર 19 વર્ષ પહેલા આવ્યો હતો ભૂકંપ સતાવાર વિગતો મુજબ કચ્છના ભચાઉ તાલુકાથી 12 કિ. મી. દુર ચોબારી ગામ પાસેથી ઉદભવેલો ભુકંપ 700 કિ મી સુધી અસર કરી ગયો હતો. 6.9ની તીવ્રતા સાથે આવેલા આ ભુંકપમાં જોતજોતાંમાં 20 હજાર લોકોના મોત થયા હતા, દોઢ લાખ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ચાર લાખ મકાનો ધ્વસ્ત થયા હતા, દિવસો નહી મહિનાઓ નહી વરસો સુધી લોકો ભુંકપ અસરગ્ર્સત તરીકે રીતસર દુખી થઈ ગયા હતા.
કચ્છ સહિત 21 જિલ્લામાં 700 કિ. મી.ના ઘેરાવામાં આ ભુંકપની અસર નોંધાઈ હતી. જેમાં મુખ્ય 18 શહેરો 182 તાલુકા 7904 ગામોને તેની સીધી ઝપેટમાં આવી ગયા હતા. સૌથી વધુ ખુવારી કચ્છમાં નોંધાઈ હતી કચ્છ માત્ર નામશેષ બચ્યું હતું. તેમાં ભૂજ ભચાઉ અંજાર રાપર પુરી તરહ તબાહ થઈ ગયા હતા. જયારે કચ્છના 400 ગામોને જમીનદોસ્ત થઈ ગયા હતા. આજે પણ ભુંકપના ઈજાગ્રસ્ત પેરાપ્લેજીત દર્દીઓ પોતાને મળેલુ દુખ ભોગવી રહયા છે. આટલુ ઓછું હોય તેમ દુખ પછી વિકાસથી સુખ ચોક્કસ આવ્યું છે, છતાં ધરતીમાંથી આજે પણ આંચકા નોંધાય છે. દિવસ ઉગેને બે-ચાર આંચકા નોંધાય છે પણ તેની તીવ્રતા વધુ નથી. જોકે કયારેક કયારેક ઉંચી તીવ્રતાના આંચકા નોધાય છે ત્યારે જેમને ભુકંપની માર જીલી છે તેમને વિનાશક દિવસ ચોકકસ યાદ આવી જાય છે.
"દુખ ભરે દિન બીતે રૈ ભેયા સુખભરે દિન આયો રે...." આ ગીતની જે કડીઓ છે તે જ રીતે આ ભુંકપ જીવનમાં ચોકકસ ઉંડા ઘા કરી ગયો પણ આજે કચ્છના વિકાસને જોઈને એટલું ચોકકસ છે કે કચ્છ આજે જયાં પહોંચ્યુ છે ત્યાં અત્યારે તો ન જ હોત. ભુંકપના સમાચારા વાયુંવેગે ફેલાયા પછી કચ્છને મદદ માટે વિશ્રવના તમામ લોકોએ હાથ લાંબો કરીને સધિયારો આપ્યો હતો. ઈ. સ. 1819માં આવેલા ભકંપથી અલ્લાબંધ રચાયો હતો જમીન એટલી ઉંચે આવી છે જે સિંધુ નદીના પાણીથી કચ્છ જહોજલાલીમાં ઓળોટતુ હતુ તે ઉજજડ થવા લાગ્યું હતું. કચ્છના છેવાડાના ગામો ખાલી થવા લાગ્યા અને લોકો સ્થળાંતરણ કરી ગયા આજે પણ અનેક ગામોની ઉજજડ પરીસ્થતિ એ બાબતની સાબિતી છે જેમાંથી લખતપનો કિલ્લો તેનો સાક્ષી છે. આ પછી ઈ. સ. 1956ના ભુંકપમાં પણ કચ્છે માર જીલી હતી. આ બન્ને ભુંકપે કચ્છને માત્ર નુકશાન આપ્યું હતું. પણ ઈ. સ. 2001ના ભુંકપથી કચ્છને ફરી સુખના દિવસો પરત આપ્યા છે.
ભુંકપ પછી તત્કાલિન વડાપ્રધાન સ્વ. અટલબિહારી બાજપાઈની દુરંદેશી અને ગુજરાતના તત્કાલિન મુખ્યપ્રધાન અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કચ્છ માટે જે વિકાસની રૂપરેખા તૈયારી કરી હતી જેના મીઠા ફળ હવે મળી રહયા છે. પ્રવાસન ક્ષેત્રે કચ્છ રણોત્સવ અને ઉદ્યોગમાં મુંદરા, અદાણી પોર્ટનો વિકાસ તેની સીધી સાબિતી છે. ટેકસ હોલિડે સાથે શરૂ થયેલી વિકાસની ગતિ આજે પુરપાટ દોડી રહી છે અને કચ્છમાં રુપીયા 33,394 કરોડના ખર્ચે જે પુનર્વસન થયું છે એ મોડેલ બન્યું છે. નેપાળ સહિત જયાં પણ 2001 પછી ભુકંપ આવ્યા છે ત્યાં કચ્છના પુનર્વસન મોડેલને અપનાવાયું છે. જમીનનો ભાવ ઉંચકાયા નવા ઉદ્યોગો, પ્રવાસન રોજગારી, નવી વસતી આવી અને બહારથી લોકો કચ્છમાં વસ્યા. આ તમામે દુખને ભુલાવ્યું જોકે લાગણીઓના સમંદર માં ભુકંપની યાદો કાયમી છે.
આજે કચ્છ બે લાખ કરોડના મુડીરોકાણ સાથે વિશ્ર્વમાં ચમકે છે, તો 10 લાખ મેગા વોટ વિજળી ઉત્પાદન થાય છે. બંદરીય પરીવહનમાં કચ્છનો હિસ્સો 30 ટકા છે અને કંડલાનું દિનદયાલ પોર્ટ દેશ માં નંબર વન પોર્ટ છે.
કચ્છ વિકાસના હાઈવે પર પુરપાટ દોડી રહયુ છે ત્યારે ભૂજનુ ભુંકપ દિવગંતો માટેનું સ્મૃતિ વન, અંજારમાં 18 ભુલકાઓની વિરાજંલિ વન, બાંધકામના નિયમોનો છેડેચોક ભંગ બધું જ તે દિવસની ખુવારી સામે જાગૃતિની આલબેલ પોકારે છે પણ કહેવાય છે ને કે જીવન દોડતું રહે છે, તેમ દુખ માટે ભુકંપ સાથે આપણી શું ભુલ હતી તે ભુલી જવાઈ છે. જોકે આજે પણ કચ્છમાં 26મી જાન્યુઆરીએ પ્રજાસતાક દિનની ઉજવણી સાથે દિવંગતોની યાદમાં મશાલ રેલી, પાર્થનાસભા, વૃક્ષારોપણ જેવા કાર્યો કરીને મૃતાત્માઓને શ્રદ્ધાંજિલ અપાય છે. ઈટીવી પરીવાર વતીથી ફરીથી એક વખત સૌ દિવંગતોને પુષ્પાંજલી.