ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ઉન્નાવ રેપ કેસઃ ભાજપના MLA કુલદીપ સેંગર દોષી જાહેર, સજા પર નિર્ણય 19 તારીખે - ઉત્તર પ્રદેશના ઉન્નાવ રેપ કેસ

નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશના ઉન્નાવ રેપ કેસમાં ભાજપના ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગરને આરોપી જાહેર કરવામાં આવ્યા છે. દિલ્હીની તીસ હજારી કોર્ટે આ નિર્ણય આપ્યો છે. સેંગરને 19 ડિસેમ્બરના રોજ સજા આપવામાં આવશે, કોર્ટે શશિ સિંહને પણ આરોપી ઠેરવ્યો છે.

કુલદીપ સેંગર દોષી જાહેર
કુલદીપ સેંગર દોષી જાહેર

By

Published : Dec 16, 2019, 5:10 PM IST

22 સાક્ષીઓના નોંધાયા હતા નિવેદન

આ સંદર્ભ 22 સાક્ષીઓએના બયાન નોધવામાં આવ્યું છે, કોર્ટેએ બચાવ પક્ષના 9 સાક્ષીઓ અને ફરિયાદી પક્ષના 13 સાક્ષીઓના નિવેદન નોંધ્યા હતા.

દિલ્હીમાં પીડિતાના રહેવાની વ્યવસ્થા કરવાનો આદેશ આપ્યો હતો, છેલ્લી 24 ઓક્ટોબરના રોજથી પીડિતા અને તેનો પરિવારના લોકોની દિલ્હીમાં રહેવાની વ્યવસ્થા કરવાનો આદેશ આપ્યો હતો કોર્ટે આ આદેશ દિલ્હીની મહિલા આયોગને આપ્યો હતો.

મહત્વનું છે કે સેંગરએ 2017માં એક યુવતીનું અપહરણ કર્યા બાદ તેની સાથે દુષ્કર્મ કર્યું હતુ. તે સમયે યુવતી કિશોરાવસ્થામાં હતી. અદાલતએ આરોપી શશિ વિરૂદ્ધ પણ આરોપ ઘડ્યાં છે. બંનેને 19 તારીખે સજા સંભળાવાશે.

ABOUT THE AUTHOR

...view details