ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ઓક્ટોબર સુધીમાં માનૈર પરિયોજના પુરી કરે અથવા રાજીનામું આપે કેટીઆર: કોંગ્રેસ - MLA: Congress leader

TPCCએ માનૈર પ્રોજેક્ટ પૂર્ણ કરવા કેટીઆર પાસે માંગ કરી છે. આ સાથે TPCC પ્રમુખે જણાવ્યું કે, તેમણે જયારે પ્રોજેક્ટ સ્થળની મુલાકાત લીધી ત્યારે પોલીસે તેમની ધરપકડ કરી હતી.

ટીપીસીસી એ કેટીઆરને
ટીપીસીસી એ કેટીઆરને

By

Published : Jun 14, 2020, 1:43 PM IST

હૈદરાબાદ: તેલંગાણા પ્રદેશ કોંગ્રેસ સમિતિના (TPCC) પ્રમુખ પી.પ્રભાકરે કેટ્ટી રામારાવ પર માનૈર પ્રોજેક્ટને લઈને કટાક્ષ કર્યો છે. તેમણે કહ્યું કે, કેટી રામારાવે પ્રોજેક્ટ પૂર્ણ કરવો જોઇએ અથવા ધારાસભ્ય પદેથી રાજીનામું આપવું જોઈએ. તેમણે કહ્યું કે, પોલીસે તેમની ધરપકડ ત્યારે કરી જ્યારે તેમણે જાલા કાર્યક્રમમાં પ્રોજેક્ટ સાઇટની મુલાકાત લેવાનો પ્રયાસ કર્યો હતો.

પ્રભાકરે જણાવ્યું કે, અમે સરકાર ઉપર દબાણ લાવીને જળદીક્ષા કાર્યક્રમ શરૂ કર્યો છે. આ સાથે જ અધૂરા પ્રોજેક્ટનું નિર્માણ કાર્ય ટૂંક સમયમાં શરૂ થશે. તેમણે વધુમાં જણાવ્યું કે, પોલીસે પ્રોજેક્ટ સ્થળની મુલાકાત દરમિયાન મારી ધરપકડ કરી હતી. તે સરકારની તાનાશાહી બતાવે છે.

ABOUT THE AUTHOR

...view details