કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિએશને સૌર ઉર્જા, સબ એર સિસ્ટમ અને બાયોગેસ જેવી પર્યાવરણના જતન માટે ઉપયોગી પહેલ કરી હતી. આ દિશામાં તેમણે વધુ એક ઉત્તમ પગલું ભર્યુ છે. કચરાનું યોગ્ય રીતે વ્યવસ્થાપન થઈ શકે તે માટે ક્રિકેટ એસોસિએશને ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે બોટલના ટુકડા કરવાનું મશીન મુકાયું છે. આ મશીનનું ઉદ્ઘાટન કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ અને વર્લ્ડ કપ વિજેતા પૂર્વ ભારતીય ક્રિકેટર રોજર બિન્નીએ કર્યુ હતું.
પ્લાસ્ટિક સામેની લડતને કર્ણાટકના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં મુકાયેલા આ પ્રકારના મશીનથી બળ મળશે ! આ પ્રસંગે બિન્નીએ જણાવ્યુ હતું કે, "અમે બીજો 'ગો ગ્રીન' પ્રોજેક્ટ શરૂ કર્યો છે. ભવિષ્યમાં અમે પ્લાસ્ટિકની બોટલો પર પ્રતિબંધ મૂકવાનો પણ વિચાર કરી રહ્યા છીએ. હાલમાં મશીન દ્વારાબોટલ ક્રશ મળે છે. જેનાથી 85% પ્લાસ્ટિકમાંથી છૂટકારો મળે છે."
તેમણે ઉમેર્યુ હતું કે, " અમે વાતાવરણને સ્વચ્છ રાખવા માટે આ મશીન મુકીએ છીએ. અમે એવો સંદેશ આપવા માંગીએ છીએ કે, આવી નાની પહેલ રાજ્યને વધુ સ્વચ્છ બનાવવાની દિશામાં આપણું યોગદાન છે."
આ મશીન દર વર્ષે લગભગ ચાર લાખ બોટલ કાપી શકે છે. જેમાંથી પ્લાસ્ટિકના દાણા બને છે. આ દાણામાંથી સ્વેટશર્ટ, સ્પોર્ટ્સ બૂટ જેવી ચીજવસ્તુઓનું ઉત્પાદન કરાઈ છે. રોજર બિન્નીએ આશા વ્યક્ત કરી હતી કે, કર્ણાટક ક્રિકેટ બોર્ડની આ પહેલ અન્ય રાજ્ય માટે ઉત્તમ ઉદાહરણ પુરુ પાડશે છે.
કર્ણાટક ક્રિકેટ એસોસિએશને આશાવાદ વ્યક્ત કર્યો હતો કે, તેમના આ પગલાથી કચરાનો ઘટાડો થશે અને પર્યાવરણ ઉપર તેની હકારાત્મક અસર થશે.