મથુરા: મથુરામાં મધ્યરાત્રિએ 12 વાગ્યે નટખટ કૃષ્ણ કન્હૈયાનો જન્મોત્સવ ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. શહેરના દ્વારકાધીશ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણનો અભિષેક કરાયો હતો. ઢોલ, નગારા, શંખ, અને મજીરાના અવાજથી આખું મંદિર ગુંજી ઉઠ્યું હતું. ભગવાન શ્રીકૃષ્ણનો દૂધથી અભિષેક કરવામાં આવ્યો હતો. ભગવાનના જન્મોત્સવને લઇને શ્રદ્ધાળુઓ જયકાર લગાવ્યો હતો.
મથુરામાં કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી, જુઓ વીડિયો - ભગવાન શ્રી કૃષ્ણ
યુપીના મથુરામાં નટખટ કૃષ્ણ કન્હૈયાનો જન્મોત્સવ ખૂબ ધૂમધામથી ઉજવવામાં આવ્યો હતો. શહેરના દ્વારકાધીશ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણનો અભિષેક કરાયો હતો. ઢોલ, નગારા, શંખ અને મજીરાના અવાજથી આખું મંદિર ગુંજી ઉઠ્યું હતું.
મથુરામાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી ધામધૂમથી ઉજવાઈ
ભક્તોએ મંદિરના આંગણે ભજન, કીર્તન અને ગીત સાથે "નંદ ઘરે આનંદ ભયો જય કન્હૈયા લાલ કી, હાથી-ઘોડા પાલકી જય કન્હૈયા લાલ કી"ના નારા લગાવ્યા હતા. કોવિડ-19 પર મંદિરમાં પ્રતિબંધ હોવા છતાં ભક્તોએ મંદિરોની મુલાકાત સામાજિક અંતર બનાવીને લીધી હતી.