બેંગલુરુ: કર્ણાટક કોંગ્રેસ અધ્યક્ષ ડી.કે. શિવકુમારે મંગળવારે ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ પર અનેક ટ્વીટ કરીને નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે, ઉત્તરપ્રદેશ તેમની સરકારની વ્યક્તિગત સંપત્તિ નથી. તેમણે ઉત્તર પ્રદેશ સરકારના એ નિર્ણયને 'ગેરબંધારણીય' ગણાવ્યો જેમાં કહ્યું હતું કે, અન્ય રાજ્યોએ તેના મૂળ રહેવાસીઓને રોજગાર આપવા માટે પરવાનગી લેવી જોઈએ.
કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષે કહ્યું - ઉત્તર પ્રદેશ યોગી સરકારની વ્યક્તિગત સંપત્તિ નથી - ડી કે શિવ કુમાર યોગી પ્રહાર
કર્ણાટક કોંગ્રેસે ઉત્તર પ્રદેશ સરકારના એ નિર્ણયને 'ગેરબંધારણીય' ગણાવ્યો છે. જેમાં કહ્યું હતું કે અન્ય રાજ્યોએ તેના મૂળ રહેવાસીઓને રોજગાર આપવા માટે પરવાનગી લેવી જોઈએ.
તેમણે કહ્યું કે, ઉત્તરપ્રદેશના લોકોને નોકરી પર રાખવા માટે રોકતા યોગી આદિત્યનાથનું આ પગલું ગેરબંધારણીય છે અને તે આંદોલનની સ્વતંત્રતાના અધિકારની વિરુદ્ધ છે. તેમણે કહ્યું કે, શ્રી યોગી, કૃપા કરીને નોંધી લ્યો કે યુપી તમારી સરકારની વ્યક્તિગત સંપત્તિ નથી.
શિવકુમારે ટ્વીટ કર્યું હતું કે, ઉત્તર પ્રદેશના લોકોને ભારતમાં ક્યાંય પણ કામ કરવા માટે તમારી પરવાનગીની જરૂર નથી. તેમણે કહ્યું કે, શ્રી યોગી લોકશાહીમાં શાસનના મૂળ નિયમોને સમજી શકતા નથી.