ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કેરળ વિમાન દુર્ઘટના: DGCAને 2011માં અકસ્માતની ચેતવણી મળી હતી - vande bharat mission

દુબઇથી 191 યાત્રીઓને લઇને આવી રહેલી એર ઈન્ડિયાની ફ્લાઇટ કેરળના કોઝિકોડ ખાતે લેન્ડિંગ દરમિયાન ક્રેશ થઈ હતી. આ અકસ્માતમાં 21 લોકોનાં મોત નીપજ્યાં હતાં. આ ઘટનાથી આખા દેશમાં શોકનો માહોલ છે. નિષ્ણાંતો કહે છે કે, આ અકસ્માત ટાળી શકાયો હોત. જો ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)એ 2011ના પત્રથી બોધપાઠ લીધો હોત. જેમાં એરપોર્ટના રનવે 10 પર વિમાનને ટેલવિન્ડ શરતો હેઠળ લેન્ડ કરવા અંગે ચેતવણી આપવામાં આવી હતી.

Kozhikode Air India crash: DGCA was told about dangers on runway 10 but no steps taken, say experts
કેરળ વિમાન દુર્ઘટના: DGCAને 2011માં અકસ્માતની ચેતવણી મળી હતી

By

Published : Aug 8, 2020, 7:55 PM IST

નવી દિલ્હીઃદુબઇથી 191 યાત્રીઓને લઇને આવી રહેલી એર ઈન્ડિયાની ફ્લાઇટ કેરળના કોઝિકોડ ખાતે લેન્ડિંગ દરમિયાન ક્રેશ થઈ હતી. આ અકસ્માતમાં 18 લોકોનાં મોત નીપજ્યાં હતાં. આ ઘટનાથી આખો દેશમાં શોકનો માહોલ છે. નિષ્ણાતો કહે છે કે, આ અકસ્માત ટાળી શકાયો હોત. જો ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ)એ 2011ના પત્રથી બોધપાઠ લીધો હોત. જેમાં એરપોર્ટના રનવે 10 પર વિમાનને ટેલવિન્ડ શરતો હેઠળ લેન્ડ કરવા અંગે ચેતવણી આપવામાં આવી હતી.

વેટ (ભીનું) ઓપરેશન ટ્રેનિંગ, ઉડ્ડયન સલામતી વિશેષજ્ઞ કેપ્ટન મોહન રંગનાથને 17 જૂન, 2011ના રોજ તત્કાલીન નાગરિક ઉડ્ડયન સચિવ નસિમ ઝૈદી અને DGCA ચીફ ભારત ભૂષણને એક પત્ર લખ્યો હતો. જેમાં લખ્યું હતું કે, રનવે 10 પર ઉડતી બધી ફ્લાઇટ્સ ટેલવિંડ સ્થિતિમાં છે. જેમાં વરસાદ દરમિયાન વિમાન ક્રેશ થવાનો ભય છે.

તેમણે કહ્યું કે,કોઝિકોડ રનવે 10ના એક છેડે ન્યુનત્તમ RESA (રનવે એન્ડ સેફ્ટી એરિયા) અને બીજા છેડે RESA નથી. રનવે સ્ટ્રીપ ICAO 14માં ઓછામાં ઓછી પહોળાઈની અડધી છે. આ તથ્ય DGCA ટીમ જાણતી હતી. જે છેલ્લા ઘણા સમયથી સુરક્ષાનું નિરીક્ષણ કરી રહી છે. આ જ પત્રમાં 2010માં મેંગલુરૂમાં એર ઇન્ડિયા એક્સપ્રેસના અકસ્માત વિશે પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

ઈન્ટરનેશનલ ફાઉન્ડેશન ફોર એવિએશન એરોસ્પેસ એન્ડ ડ્રોન્સના અધ્યક્ષ સનત કૌલે કહ્યું કે, "શુક્રવારે લેન્ડિંગ માટે હવામાનની સ્થિતિ ખરાબ હતી અને લેન્ડિંગ દરમિયાન ટેલવિન્ડ પણ હતું, જેના કારણે વિમાન ક્રેશ થયું હતું." તેમણે કહ્યું કે, "મેંગલુરુ અને કાલિકટ પ્રદેશો લગભગ સમાન છે, તેથી સરકાર ચોમાસા દરમિયાન ઓછામાં ઓછા વિમાનોને ઉતરવાનો આદેશ આપી શકતી હતી." તેમણે કહ્યું, 'નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને ડીજીસીએએ મેંગલુરુ અકસ્માતથી કોઈ બોધપાઠ લીધો નથી.'

શનિવારે ડીજીસીએના સૂત્રોએ જણાવ્યું હતું કે, 'શુક્રવારે રાત્રે કોઝિકોડ એરપોર્ટ પર ક્રેશ થયેલું એર ઈન્ડિયાનું વિમાન ટેબલટોપ રનવેની લંબાઈથી એક કિલોમીટર નીચે ઉતર્યું હતું.'

નિષ્ણાત માર્ક માર્ટિને કહ્યું કે, "કોઝિકોડમાં વિમાન દુર્ઘટના થવી નક્કી હતું, કારણ કે વાતાવરણ ખરાબ હતું. ખરાબ હવામાનને કારણે ફ્લાઇટ્સ ડાઇવર્ટ કરી શકાતી હતી.' પ્રથમ લેન્ડિંગના પ્રયત્ન પછી, ક્રૂ વિમાનને મુંબઇ, બેંગલુરુ અથવા હૈદરાબાદ લઇ જઈ શકતું હતું. પરંતુ સમસ્યા એ હતી કે તેમાં આંતરરાષ્ટ્રીય યાત્રીઓ હતાં. કોઈને ખબર ન હતી કે કેટલા લોકો કોરોના વાઈરસથી સંક્રમિત છે."

એર ઇન્ડિયાનું બોઇંગ-737 વિમાન કેરળના કોઝિકોડના કરિપુર એરપોર્ટ પર લેન્ડિંગ વખતે ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં પાઇલટ કેપ્ટન ડી.વી. સાથે અને સહ-પાયલોટ સહિત 18 લોકોનાં મોત નીપજ્યાં હતાં. જ્યારે 120 મુસાફરો ઘાયલ થયાં હતાં. તેમાંથી 17ની હાલત ગંભીર છે. શુક્રવારે રાત્રે લગભગ 7.45 વાગ્યે વિમાન દુર્ઘટના કરિપુરમાં થઈ હતી. આ એર ઇન્ડિયાનું વિમાન (IX -1344) વંદે ભારત મિશન અંતર્ગત દુબઇથી કોઝિકોડ આવી રહ્યું હતું. કરિપુર એરપોર્ટ પર ઉતરતી વખતે વિમાન ક્રેશ થયું હતું. વિમાનમાં લગભગ 185 મુસાફરો અને ક્રૂના છ સભ્યો સવાર હતા. અકસ્માત એટલો ભયંકર હતો કે, વિમાનના આગળના ભાગ બે ટુકડા થઈ ગયા હતાં.

ABOUT THE AUTHOR

...view details