કોલકાત્તામાં પણ સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ હોવા છતાં બેફામ ઉપયોગ કરાય છે. પરંતુ બાંગુર એવન્યુ જેવા કેટલાય અપવાદો પણ છે. અહીં લોકો સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળી પ્લાસ્ટિકના વિકલ્પોનો ઉપયોગ કરે છે. અહીં વેચાણકારો પણ પ્લાસ્ટિકનો વિરોધ કરે છે. સ્થાનિકો સરકારની નોટીસથી વાકેફ છે અને તેઓ સાચા અર્થમાં નિયમોનું પાલન કરી રહ્યાં છે.
પશ્ચિમ બંગાળના બાંગુરમાં પ્લાસ્ટિક પ્રતિબંધની ચુસ્ત અમલવારી...
જેમ વિશ્વ વિકસિત થાય છે અને બદલાતુ રહે છે, તેવુ જ કંઈક આબોહવાનું પણ છે. ગ્લોબલ વોર્મિંગ અત્યારે સૌથી મોટો પડકાર છે. પ્લાસ્ટિકનો ઉપયોગ ગ્લોબિંગ વોર્મિંગનું મુખ્ય કારણ છે. સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ આપણા સમાજ માટે હાનિકારક છે. ભારત સરકાર અને રાજ્ય સરકારોએ પ્લાસ્ટિક પર પ્રતિબંધ તો લાદયો છે. પરંતુ વાસ્તવિકતા તેનાથી વિપરીત છે.
કોલકાત્તાના સુપર બજારો સિંગલ યુઝ પ્લાસ્ટિકનું કેન્દ્ર છે. પરંતુ જો તમે બાંગુર સુપર માર્કેટ જાઓ તો તમને પ્લાસ્ટિક જોવા પણ નહીં મળે. શેરીથી માંડી મોટા દુકાનદારો પણ કાગળ પેકેટ અને અન્ય પ્લાસ્ટિક વિકલ્પોનો ઉપયોગ કરે છે. થોડા સમય પહેલા બાંગુરમાં ચોમાસા દરમિયાન પાણી ભરાવાનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ હવે તો પ્લાસ્ટિક મુક્ત કરી દેવાતા પાણી ભરાવાની કોઈ સમસ્યા નથી. બાંગુર એવન્યુના પૂર્વ માજી નગરસેવકે સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવા પહેલ કરી હતી.
કાઉન્સિલર મ્રિંગંક ભટ્ટાચાર્ય વિસ્તારના દરેક ઘરોની મુલાકાત લઈ પ્લાસ્ટિકના નુકશાન અંગે સમજ આપતા હતા. તેમણે પોતાના વિસ્તાના તમામ દુકાનદારોને પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા વિનંતી કરી, શરૂઆતમાં લોકોએ તેમની વાત પર ધ્યાન ન આપ્યું પરંતુ, તેમણે હાર નહોતી માની અને પ્લાસ્ટિકના વપરાશને એટકાવવા નવો માર્ગ અપનાવ્યો. તેમણે દુકાનદારોને પ્લાસ્ટિકના ઉપયોગ પર દંડ ભરવો પડશે, તેમ જણાવ્યું. મ્રિગંકના મતે સરકારે સિંગલ યુઝ પ્લાસ્ટિકનું ઉત્પાદન બંધ કરવું જરૂરી છે, જો તેમ નહીં કરાય તો લોકોમાં બદલાવ નહીં આવે