કોલકાતાઃ પશ્ચિમ બંગાળની કોલકાતા પોલીસની સ્પેશિયલ ટાસ્ક ફોર્સે આસનપોલથી સટે કુલટીમાં એક હથિયાર કારખાનાનો પર્દાફાશ કર્યો છે.
એક કેદીની પૂછપરછ બાદ, એસટીએફે આસનસોલથી સટે કુલ્ટીમાં હથિયારના કારખાના વિશે તપાસ હાથ ધરી હતી. શુક્રવારે રાત્રે એસટીએફે એક અભિયાન ચલાવ્યું જેમાં તેમણે આ કામમાં સામે પાંચ લોકોની ધરપકડ કરી હતી.
આ સાથે જ પોલીસે ઘટનાસ્થળેથી 350 સેમી ઑટોમેટિક 7 મિમી પિસ્ટોલ પણ જપ્ત કરી હતી.
વધુમાં જણાવીએ તો ધરપકડ કરાયેલા લોકોના નામ મોહમ્મદ ઇશાર અહમદ, મોહમ્મદ આરિફ, સૂરજ કુમાર શો, ઉમેશ કુમાર શો, અરુણ વર્મા છે. આ બધા ધનબાદના રહેવાસી છે.
હથિયારીની ફેક્ટ્રીની પાછળ મુખ્ય આરોપી કોણ છે અને શું તે મુંગેર આર્મ્સ ફેક્ટ્રીમાં એન્જિનિયર છે તે અંગે પોલીસ તપાસ ચલાવી રહી છે.
બિહારના મુંગેર જિલ્લો હથિયારના કારખાના માટે જાણીતો છે. અહીં જે લોકો દેશી હથિયાર બનાવે છે. તેમને સ્થાનિક લોકો એન્જિનિયર્સ કહે છે. એન્જિનિયર્સ શબ્દને અહીંયા કોડવર્ડ તરીકે પણ ઉપયોગમાં લેવામાં આવે છે.