કોલકાતાઃ પોલીસ બટાલિયનના અમુક જવાનોએ એક ક્વોરન્ટાઇન સેન્ટરની ખરાબ સ્થિતિનો આરોપ લગાવતા સાલ્ટબેક એએફ બ્લોકમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. બિઘાનનગર નોર્થના પોલીસ સ્ટેશનના પોલીસકર્ણીઓને સ્થિતિ પર કાબુ મેળવવા મોકલવામાં આવ્યા હતા, પરંતુ પ્રદર્શનકારી પોલીસકર્મીઓએ તેમના પર પથરાવ શરુ કર્યો હતો.
પશ્ચિમ બંગાળઃ ક્વોરેન્ટાઇન સેન્ટરમાં અવ્યવસ્થા, પોલીસકર્મીઓ દ્વારા વિરોધ પ્રદર્શન - કોલકાતા પોલીસ
કોલકાતામાં એક ક્વોરન્ટાઇન સેન્ટરની ખરાબ વ્યવસ્થાને લીધે પોલીસ બટાલિયનના અમુક જવાનોએ એએફ બ્લોકમાં વિરોધ પ્રદર્શન કર્યું છે. બિઘાનનગર નોર્થ પોલીસ સ્ટેશને જ્યારે સ્થિતિને નિયંત્રીત કરવાનો પ્રયાસ કર્યો ત્યારે પોલીસકર્મીઓએ તેમના પર પથ્થરમારો શરુ કર્યો હતો.
Kolkata Police personnel protests at Saltlake
જો કે, બટાલિટન 4ના ભવનના એએફ બ્લોકમાં એક ક્વોરન્ટાઇન કેન્દ્ર બનાવવામાં આવ્યું છે. આ સેન્ટરમાં કોરોનાથી સંક્રમિત પોલીસકર્મીઓ અથવા કોરોના વાઇરસ પોઝિટિવના સંપર્કમાં આવેલા પોલીસકર્મીઓને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે.
પોલીસકર્મીઓનો આરોપ છે કે, ક્વોરન્ટાઇન સેન્ટરમાં તેમની યોગ્ય દેખભાળ અથવા કોઇ ઉપચાર વગર રાખવામાં આવ્યા છે. ક્વોરન્ટાઇન સેન્ટરની ખરાબ વ્યવસ્થાનો હવાલો આપીને પોલીસકર્મી સોલ્ટલેકમાં આંદોલન અને પથરાવ કરતા જોવા મળ્યા હતા.