નવી દિલ્હી: રાજધાનીની ગફાર માર્કેટમાં TV, એર કંન્ડીશન સહિતની તમામ ચાઇનીઝ વસ્તુઓ સસ્તા ભાવમાં મળે છે. ગફાર માર્કેટના દુકાનદારો દિલ્હી વિધાનસભા ચૂંટણી વિશે શું વિચારે છે, ચૂંટણી વિશે તમનો મત શું છે.
દિલ્હી ચૂંટણી: જાણો ગફાર માર્કેટની જનતાનો મુડ કરોલબાગ વિધાનસભાના અંતર્ગત છે માર્કેટ
કરોલબાગ વિધાનસભા અંતર્ગત આવનારી માર્કેટ રાજકીય રીતે ઘણી મહત્વપૂર્ણ છે. કરોલબાગ વિધાનસભાના અંર્તગત આ માર્કેટ આવે છે. 2015 પહેલા ભાજપનો દબદબો રહ્યો છે. પરંતુ 2015માં APP આમ આદમી પાર્ટીએ બેઠક જીતી હતી.
2015 પહેલા સુરેન્દ્ર પાલ રતાવલ ભાજપના ધારાસભ્ય હતાં. 2015માં AAPના રવિએ કરોલબાગ વિધાનસભા બેઠક પરથી ભારે બહુમતથી જીત મેળવી હતી. એકવાર ફરી 2020માં પણ પાર્ટીએ તેમના નામ પર મહોર મારી છે. ભાજપે આ બેઠક પર યોગેન્દ્ર ચંદોલિયાને મેદાનમાં ઉર્તાયા છે. બીજી તરફ કોંગ્રેસે ગૌરવ ધનકને ટિકિટ આપી છે.
'AAPના કામથી દુકાનદાર ખુશ'
ગફાર માર્કેટના વ્યાપારી, દુકાનદાર ચૂંટણી પ્રક્રિયામાં મહત્વની ભૂમિકા ભજવે છે. દુકાનદારોના મુદ્દાએ ચૂંટણીમાં અસર કરે છે. 2025માં AAPએ વ્યાપારીએ છાપ છોડી હતી, પરંતું આજે 5 વર્ષ સુધી પણ સ્થિતિ આવી જ છે.
આ જાણવા માટે ETV ભારતે ગફાર માર્કેટની મુલાકાત લીધી હતી. દુકાનદાર જહીર અહમદે જણાવ્યું કે, AAPના ધારાસભ્યએ માર્કેટમાં કામ કર્યું છે. સફાઇ અને સીવરની સમસ્યા છે. પાર્કિગની સૌથી મોટી સમસ્યા છે.
દુકાનદારોનું કહેવું છે કે, માર્કેટમાં શૌચાલયની સુવિધા પણ નથી. વ્યાપારીઓએ કહ્યું કે, માર્કેટમાં ધંધો ઠપ છે.
દુકાનદારોનું કહેવું છે કે, સીવર ઓવપફલો થઇ જાય છે. રસ્તા પર ગંદુ પાણી વહેવા લાગી છે. પરંતુ આ કામ નગર નિગમનું છે, જેમાં ભાજપની સરકાર છે. ભાજપ માર્કેટમાં કંઇ કામ નથી કર્યું. અમે AAPના કામથી સંતુષ્ટ છીએ. એક વાર ફરી APPને તક આપવા માગીએ છીએ.