ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કોણ છે એ 5 ન્યાયાધીશ જે આપ્યો ઐતિહાસિક ચુકાદો... - ram mandir vivad

લખનઉઃ રામ જન્મભૂમિ વિવાદિત કેસમાં પાંચ પર સુપ્રિમ કોર્ટના પાંચ જજની બંધારણીય બેન્ચે શનિવારે એટલે કે આજે ચુકાદો આપ્યો હતો. આ કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આ બેન્ચે 40 દિવસ સુધી હિન્દુ-મુસ્લિ પક્ષની દલીલો સાંભળી હતી. જેનો આજે ચુકાદો આપ્યો હતો.

આ પાંચ આપશે અયોધ્યા કેસનો ચુકદો

By

Published : Nov 9, 2019, 10:52 AM IST

Updated : Nov 9, 2019, 4:11 PM IST

અયોધ્યા રામ મંદિરના ઐતિહાસિક નિર્ણયની આજે આખો દેશ રાહ જોઈ રહ્યો હતો. સૌ કોઈની નજર સુપ્રિમ કોર્ટના ચુકાદા તરફ મંડાયેલી હતી, ત્યારે આ કેસમાં ઉચિત ન્યાય કરનાર બંધારણીય બેન્ચ વિશે ટૂંકી માહિતી મેળવીએ..

1.ચીફ જસ્ટિસ રંજન ગોગોઈઃ

સુપ્રિમ કોર્ટના ન્યાયધીશ રંજન ગોગોઈનો જન્મ 18 નવેમ્બરે 1954માં થયો હતો. 3 ઓક્ટેમ્બર 2018માં તેમણે ભારતના 46માં મુખ્ય ન્યાયધીશ તરીકેની જવાબદારી સંભાળી હતી. તેમનો કાર્યકાળ 17 નવેમ્બરે 2019ના રોજ તમનો કાર્યકાળ સમાપ્ત થશે.

2. જસ્ટિસ શરદ અરવિંનદ બોબડેઃ જન્મ 1956માં થયો હતો. જ બોબડે ભારતની સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ છે. આ પહેલા તેઓ મધ્યપ્રદેશ ઉચ્ચે ન્યાયાલયના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ હતા. દિલ્હી વિશ્વવિદ્યાલય અને મહારાષ્ટ્ર રાષ્ટ્રીય વિધિ વિશ્વવિદ્યાલયના કુલપતિ છે. 23 એપ્રિલ 2021માં તેઓ સેવાનિવૃત્ત થશે. ભારતના સર્વોચ્ચ ન્યાયલયમાં 8 વર્ષના કાર્યકાળમાં તેમણે ન્યાયમૂર્તિ રંજન ગોગોઈ બાદ 18 નવેમ્બર 2019માં સેવાનિવૃત્ત થશે.

3. જસ્ટિસ અશોક ભૂષણઃ

ન્યાયાધીશ ભૂષણનો જન્મ 5 જુલાઈ 1956માં થયો હતો. તેઓ હાલ સર્વોચ્ચ અદાલતમાં કાર્યરત છે. આ પહેલા તેઓ કેરળ ઉચ્ચ ન્યાયાલયના 31માં મુખ્ય ન્યાયાધીશ હતા.

4. જસ્ટીસ ધનજંય યશવંત ચંદ્રચૂડઃ

સર્વોચ્ચ અદાલત કાર્યરત જસ્ટીસ ચંદ્રચૂડનો જન્મ 11 નવેમ્બરે 1956માં થયો હતો. તેમણે અલ્હાબાદ ઉચ્ચ ન્યાયલય પૂર્વ મુખ્ય ન્યાયાધીશ અને બોમ્બે ન્યાયલયના જજ હતા. તેમના પિતા વાઈ.વી.ચંદ્રચૂડ ઘણા સમય સુધી મુખ્ય ન્યાયાધીશ તરીકે કાર્યરત હતા અને તેમની માતા શાસ્ત્રીય સંગીતકાર હતા.

5. જસ્ટિસ એસ. અબ્દુલ નઝીરઃ

સુપ્રિમ કોર્ટની ખંડપીઠમાં એક માત્ર મુસ્લિમ ન્યાયાધીશનો જન્મ 5 જાન્યુઆરી 1958માં થયો હતો. 2017માં તેમણે વિવદાસ્પદ ટ્રિપલ તલાક મામલે સુનાવણી કરી હતી. જેમાં તેમણે જસ્ટીસ નઝીર અને અન્ય એક ન્યાયાધીશે ટ્રીપલ તલાકની પ્રથાને યોગ્ય ગણાવી હતી.

આમ, અયોધ્યા કેસ માટે નક્કી કરાયેલી આ વિશિષ્ટ ખંડપીઠમાં આ પાંચ જજ સંકળાયેલાં હતાં. જે હિન્દુ- મુસ્લિમની દલીલો 40 સુધી સાંભળ્યા બાદ 9 નવેમ્બરે એટલે કે, આજે આ વિવાસ્પદ કેસનો ચુકાદો આપ્યો હતો.

Last Updated : Nov 9, 2019, 4:11 PM IST

ABOUT THE AUTHOR

...view details