• સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમી પ્રાયવેટ લિમિટેડ (સીએમઆઈઈ)ના જણાવ્યા મુજબ, માર્ચમાં બેરોજગારીનો દર 23.8 ટકા હતો, જે 8મી મે, 2020ના રોજ વધીને 24.6 ટકા થયો હતો.
• શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં બેરોજગારીનો દર
સૌથી ગંભીર ફટકો ઉડ્ડયન, પ્રવાસન, હોસ્પિટાલિટી, રિટેલ, મેન્યુફેક્ચરિંગ અને ઓટોમોટિવ ક્ષેત્રોને પડ્યો હતો..
પ્રવાસન અને હોસ્પિટાલિટી ક્ષેત્ર -
દેશના કુલ રોજગાર સર્જનમાં આ ક્ષેત્ર 12.75 ટકાનો ફાળો આપે છે, જેમાંથી 5.56 ટકા પ્રત્યક્ષ - સીધો રોજગાર અને 7.19 ટકા અપ્રત્યક્ષ રોજગાર સર્જાય છે. વર્ષ 2018-19માં ટુરિઝમ ક્ષેત્રમાં 8.7 કરોડ લોકો રોજગાર મેળવતા હતા, એમ પ્રવાસન મંત્રાલયના 2019-20ના વાર્ષિક અહેવાલમાં જણાવાયું છે.
ફાયનાન્સિયલ સર્વિસીઝ અને બિઝનેસ એડવાયઝરીની સેવાઓ આપતી કંપની કેપીએમજીએ તેના પહેલી એપ્રિલના અહેવાલમાં જણાવ્યું છે કે “કોવિડ-19ના કારણે ભારતીય પ્રવાસન અને હોસ્પિટાલિટી ઉદ્યોગમાં આશરે 3.8 કરોડ એટલે કે કુલ કર્મચારીઓના 70 ટકા લોકો રોજગાર ગુમાવે તેવી સંભાવના છે.”
વર્લ્ડ ટ્રાવેલ એન્ડ ટુરિઝમ કાઉન્સિલના જણાવ્યા મુજબ ભારતમાં ટ્રાવેલ અને ટુરિઝમ ક્ષેત્રે લગભગ 90 લાખ રોજગાર - ગોવાની વસ્તીના છ ગણા - જોખમમાં છે.
ઉડ્ડયન ક્ષેત્ર -
ટ્રાવેલ અને ટુરિઝમ કન્સલ્ટન્સીની સેવાઓ પૂરી પાડતી અગ્રણી કંપની સીએપીએ ઈન્ડિયાએ ગયા મહિને એક અહેવાલમાં જણાવ્યું હતું કે કોવિડ-19ની કટોકટીને પગલે વૈશ્વિક ઉડ્ડયન ગતિવિધિઓ 66 ટકાથી વધુ ઘટી છે. 15મી એપ્રિલના રોજ વૈશ્વિક એરલાઈન્સોના જૂથ ઈન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસીએશન (આઈએટીએ)એ નોંધ્યું હતું કે ભારતના ઉડ્ડયન ક્ષેત્રે 20 લાખથી વધુ નોકરીઓ જોખમમાં છે.
ઓટોમોબાઈલ ક્ષેત્ર
ભારતમાં ઓટોમોબાઈલ ક્ષેત્રને મહત્ત્વની મેન્યુફેક્ચરિંગ પ્રવૃત્તિઓ બંધ કરવાની ફરજ પડી હતી અને તેને પગલે ઉદ્યોગનાં ઉત્પાદન અને વેચાણમાં તીવ્ર ઘટાડો થયો છે. મોટા ભાગના પ્લાન્ટ્સ બંધ રહેવાને પગલે ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરિંગની મોટી કંપનીઓએ પગાર કાપ જાહેર કર્યા છે અને ડિલરશીપ્સ ફરી શરૂ કરવા અંગેના નિર્ણયની હજુ રાહ જોવાય છે.
રિયલ એસ્ટેટ ક્ષેત્ર
લોકડાઉનને કારણે રિયલ એસ્ટેટ ક્ષેત્રનું ભાવિ પણ અત્યંત ધૂંધળું બન્યું છે. એનારોક ગ્રુપે એક અહેવાલમાં જણાવ્યું છે કે વાર્ષિક ધોરણે ઘરનાં વેચાણોમાં 25-35 ટકા ઘટાડો થશે, જ્યારે ઓફિસના વેચાણોમાં 13-30 ટકાનો ઘટાડો જોવા મળશે. લોકડાઉન બાદ કર્મચારીઓને ફરી કામે ચઢતાં તેમજ વ્યવસ્થાતંત્ર અને કાચો માલ સુવ્યવસ્થિત બનતાં થોડાંક સપ્તાહનો સમય લાગશે. અધૂરા પ્રોજેક્ટોને પૂરા કરવાની પણ ઉતાવળ હશે.
એમએસએમઈ ક્ષેત્ર -
સરકાર તરફથી સહાય મળ્યા પછી પણ અનેક સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ એકમો (એમએસએમઈ) ખોટ ઉપરનું પોતાનું નિયંત્રણ લગભગ ગુમાવી ચૂક્યા છે અને કમાણી ઊભી કરી શકવા અસમર્થ છે તેમજ ટકી રહેવા માટે મથી રહ્યા છે. જો સરકાર અસ્તિત્ત્વ ટકાવીને કામકાજ ફરી ચાલુ કરવા માટે કોઈ પેકેજ નહીં આપે તો સમગ્ર ટેક્સ્ટાઈલ ચેઇનમાં એક કરોડ રોજગાર જોખમમાં છે.
નિકાસ ક્ષેત્ર -
ફેડરેશન ઓફ ઈન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઈઝેશનના અનુમાન મુજબ, કોવિડ-19ને કારણે વૈશ્વિક વેપારનું ભાવિ અંધકારમય બનતાં ભારતમાં 1.5 કરોડથી વધુ લોકો નોકરી ગુમાવે તેવી સંભાવના સર્જાઈ છે.
એકલા એપરલ એક્સપોર્ટ ક્ષેત્રમાં ઓર્ડર્સ રદ્દ થવાને કારણે 25થી 30 લાખ લોકો નોકરી ગુમાવશે, તેવી ધારણા છે.