નવી દિલ્હી : કેન્દ્ર સરકારે ફિટનેસની સાથે બચત પણ નામે એક પહેલ શરૂ કરી છે. જેની શરૂઆત દિલ્હીના આનંદ વિહાર રેલ્વે સ્ટેશનથી કરાઇ છે. આ રેલ્વે સ્ટેશનમાં એક મશીન લગાવવામાં આવ્યુ છે. તેમાં કોઇ પણ વ્યક્તિ ઉઠક બેઠક કરીને ફ્રી માં પ્લેટફોર્મ ટિકીટ મેળવી શકે છે.
કસરત કરીને રેલવે પ્લેટફોર્મની ટિકીટ ફ્રીમાં મેળવો, કેન્દ્ર સરકારે કરી પહેલ - Railway platform ticket free by exercising
કેન્દ્ર સરકારે ફિટનેસની સાથે બચત નામે એક પહેલ શરૂ કરી છે. આ પહેલ પ્રમાણે કોઇપણ વ્યક્તિ કસરત કરીને રેલવે પ્લેટફોર્મની ટિકીટ ફ્રી માં મેળવી શકે છે.
railways
લોકોમાં કસરત માટે જાગૃતતા આવે તે માટે આ પહેલ શરૂ કરાઇ છે. આ પહેલની જાણકારી કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે એક ટ્વિટ કરીને આપી હતી. તેમજ તેમણે મશીન સામે એક વ્યક્તિ કસરત કરે છે. તેવો એક વિડિયો પણ પોસ્ટ કર્યો હતો.
આ પહેલ પર કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ એક ટ્વિટ કરીને લોકોને આ પહેલમાં જોડાવા આહવાન કર્યુ હતું. અને જણાવ્યુ કે, આવો આપણે બધા વડાપ્રધાનના ફિટ ઇન્ડિયા પહેલમાં જોડાઇએ અને દેશને ફીટ બનાવીએ.