આવા જ મંદિરોમાંનું એક છે મુરૈનાનું ચૌસઠ યોગિની મંદિર, જે તેની આશ્ચર્યજનક સ્થાપત્ય કલા માટે જાણીતું છે. કહેવાય છે કે આ મંદિરની તર્જ પર ભારતીય લોકશાહીની સૌથી મોટી પંચાયત એટલે કે સંસદ ભવન બનાવવામાં આવ્યું છે.
13 મી સદીમાં બનાવવામાં આવ્યું હતું મંદિર
13 મી સદી દરમિયાન કચ્છપ રાજાઓના સમયમાં બાંધવામાં આવેલું ચૌસઠ યોગિની એક સમયે તંત્ર-મંત્ર માટે વિશ્વવિદ્યાલય તરીકે ઓળખાતું હતું. મુરૈનાથી 40 કિમી દૂર મીતવાલીના પહાડ પર ગોળાકાર આકારના આ મંદિરમાં 64 ઓરડાઓ છે. એવું કહેવામાં આવે છે કે આ મંદિરમાં તંત્ર વિદ્યા ભણાવવામાં આવતી હતી. ભારતીય પુરાતત્ત્વીય વિભાગ દ્વારા દિલ્હીના સંગ્રહાલયમાં આ મંદિરની મૂર્તિઓને સુરક્ષિત રાખવામાં આવી છે.
તાંત્રિક કરતા હતા સાધના
સ્થાનિક લોકોનું માનવું છે કે તંત્ર કવચને કારણે આજે પણ કોઈને દિવસ પુરો થયા પછી પણ આ મંદિરમાં રહેવાની અનુમતી નથી. એક સમયે, વિશ્વભરના તાંત્રિકો અહીંયા તંત્ર સાધનાનો અભ્યાસ કરવાનો પ્રયાસ કરતા હતા. આ સમય દરમિયાન, શિવનું ધ્યાન કરીને યોગિનીઓને જાગૃત કરવામાં આવતી હતી.
પ્રાચીન ઐતિહાસિક સ્મારક
આ મંદિરના સ્થાપત્યને ધ્યાનમાં રાખીને, મધ્યપ્રદેશના પર્યટન વિભાગે તેને પોતાના નિયંત્રણ હેઠળ લઈ લીધું છે, જેને પુરાતત્ત્વ વિભાગ દ્વારા સરંક્ષિત કરવામાં આવ્યું છે. તેને સુરક્ષિત રાખવાનું કામ સતત કરવામાં આવી રહ્યું છે કારણ કે ભારતીય પુરાતત્ત્વ સર્વેએ તેને પ્રાચીન ઐતિહાસિક સ્મારક જાહેર કર્યું છે.