ગુજરાત

gujarat

ETV Bharat / bharat

સાંથલી સમુદાયની સદીઓ જૂની પ્રથા સામાજિક અંતર વિશે જાણો, આ વિશેષ અહેવાલમાં - લોક઼ાઉન ન્યૂઝ

ઝારખંડનો સાંથલી સમુદાય સદીઓથી સામાજિક અંતરનનું પાલન કરે છે. ડોબો જોહર તરીકે ઓળખાતી પ્રથામાં, ઘરે આવનારા કોઈપણ મહેમાનને તેમની સાથે કોઈ શારીરિક સંપર્ક કરતાં પહેલાં પોતાને સ્વચ્છ કરવાનું કહેવામાં આવે છે.

coronavirus
coronavirus

By

Published : Apr 24, 2020, 7:50 AM IST

જમશેદપુર: દેશના લોકોને કોરોના વાઈરસના ફેલાવાને અટકાવવા કરવા માટે સામાજિક અંતરની જાળવવાની ભારપૂર્વક વિનંતી કરવામાં આવી છે. પરંતુ ઝારખંડના સાંથલી સમુદાયમાં સામાજિક અંતરનો રિવાજ સદીઓ જૂનો છે. સમુદાય દ્વારા સામાજિક અંતરની પ્રથાને 'ડોબો જોહર' કહેવામાં આવે છે.

આજે લોકોમાં સામાજિક અંતરની બાબત નવી લાગી શકે છે. પરંતુ સાંથલી સમુદાય માટે તે ઘણું જૂનું છે. સમુદાયે આજે પણ તેની પરંપરા જાળવી રાખી છે.

સમુદાયના લોકો તેમના મહેમાનોનું ડોબો જોહર દ્વારા સ્વાગત કરે છે. જ્યારે પણ કોઈ મુલાકાતી તેમના ઘરે આવે છે, ત્યારે ઘરની સ્ત્રી સભ્યો ખાટલો લગાવીને ઘરની બહાર મહેમાનો માટે બેઠક વ્યવસ્થા કરે છે.

તે પછી, તેઓ એક વાસણમાં પાણી ભરે છે અને તે મહેમાનોની સામે મૂકે છે જેથી તેઓ તેમના હાથ અને પગ ધોઈ શકે ત્યાં સુધી મહેમાનો અને પરિવારના સભ્યો વચ્ચે કોઈ શારીરિક સંપર્ક થતો નથી. હાથ-પગ ઘોયા બાદ મહેમાનોને ઘરમાં પ્રવેશવાની છૂટ છે.

નરેન હસંડા નામના એક શિક્ષણશાસ્ત્રીએ જણાવ્યું હતું કે, આદિજાતિ સમુદાય જંગલોમાં રહે છે, જ્યાં લોકો એક બીજાના ઘર સુધી ઘણા કિલોમીટર ઉઘાડ પગમાં ચાલતા હતા. તેથી, ઘરમાં પ્રવેશતા પહેલા, તેઓને કોઈપણ શારીરિક સંપર્ક વિના સ્વાગત કરવામાં આવે છે અને તેમના હાથ અને પગ સાફ કરવાનું કહેવામાં આવે છે.

ABOUT THE AUTHOR

...view details