જમ્મુ-કાશ્મીરમાં હાલની સ્થિતિને ધ્યાને રાખી કશું થવાનું ભીતિ વચ્ચે જમ્મુ-કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો કલમ-35A અને કલમ-370ની જોગવાઈઓ શું છે આવો જાણીએ...
કલમ 35A
- કલમ 35A મુજબ, જમ્મુ કાશ્મીરની સરકારને એ અધિકાર મળે છે. જેમાં તેઓ પોતાને સ્થાયી નિવાસી માની શકે, બીજુ કોઈ નહીં.
- જમ્મુ કાશ્મીર સરકાર એ લોકોને જ સ્થાયી રહેવાસી માને છે, જે 14 મે, 1954 પહેલા કાશ્મીરમાં વસી ગયા હતા.
- આ કલમ હેઠળ કાશ્મીરના સ્થિર રહેવાસીઓને જમીન ખરીદી, રોજગાર મેળવવાનો અને સરકારી યોજનાઓનો વિશેષ અધિકાર મળે છે.
- આ કલમ હેઠળ દેશના બીજા કોઈ રાજ્યનો નાગરિક જમ્મુ-કાશ્મીરમાં જઈ સ્થાયી રહેવાસી બની શકતો નથી.
- બીજા કોઈ રાજ્યનો નાગરિક ના તો કાશ્મીરમાં જમીન ખરીદી શકે છે, ના તો ત્યાંની રાજ્ય સરકાર પાસે નોકરીની માંગ કરી શકે
- જો જમ્મુ-કાશ્મીરની કોઈ મહિલા ભારતના કોઈ અન્ય રાજ્યની વ્યક્તિ સાથે લગ્ન કરે તો તેના બાળકોના સંપતિ અધિકાર છીનવાઈ જાય છે. ઉદાહરણ તરીકે ઉમર અબ્દુલ્લાના લગ્ન બિન કશ્મીરી મહિલા સાથે થયાં છે, પરંતુ તેમના બાળકોને સંપતિના અધિકાર છે. જ્યારે એજ ઉમર અબ્દુલ્લા બહેન સારા અબ્દુલ્લાના લગ્ન બિન કાશ્મીરી યુવક જોડે થયાં છે. જેથી સારાના સંપત્તિ અધિકારથી વંચિત છે.
કલમ 370
-અનુચ્છેદ 35Aના કારણે જમ્મુ કાશ્મીરના નાગરિકો પાસે બેવડી નાગરિકતા છે.
-અનુચ્છેદ 370ના કારણે જમ્મુ કાશ્મીરમાં અલગ ઝંડો અને અલગ બંધારણ છે.
-આર્ટિકલ 370ના કારણે કાશ્મીરમાં વિધાનસભાનો કાર્યકાળ 6 વર્ષનો હતો. જ્યારે અન્ય રાજ્યોમાં 5 વર્ષનો હોય છે.
-આર્ટિકલ 370ના કારણે ભારતીય સંસદની પાસે જમ્મુ કાશ્મીરને લઇને કાનૂન બનાવવાનો અધિકાર જુજ છે.
-સંસદમાં પાસ કાનૂન જમ્મુ કાશ્મીરમાં તરત જ લાગુ પડતા નથી. શિક્ષણનો અધિકાર, સૂચનાનો અધિકાર, મની લોન્ડ્રિંગ વિરોધી કાનૂન, કાળુ નાણું વિરોધી કાનૂન અને ભ્રષ્ટ્રાચાર વિરોધી કાનૂન કાશ્મીરમાં લાગુ પડતી નથી.