ગુજરાત

gujarat

ETV Bharat / bharat

બંધારણ ઘડવામાં 15 મહિલાઓ, આ ગુજરાતી મહિલાની પણ આગવી ભૂમિકા રહી... - રેણુકા રે

ન્યૂઝ ડેસ્કઃ ભારતીય બંધારણની રચના કરનારા બંધારણ સભાની રચના જુલાઈ 1946માં થઈ હતી. આપણે બાબા સાહેબ ભીમરાવ આંબેડકરને બંધારણના મુખ્ય ઘડવૈયા તરીકે ઓળખીએ છીએ. તમે અન્ય પુરૂષો સભ્યો વિશે પણ સાંભળ્યું છે, પરંતુ શું તમે 389 સભ્યોમાંથી એ 15 મહિલાઓના નામ સાંભળ્યા છે. જેમણે બંધારણની રચના કરવામાં મદદ કરી હતી. આ મહિલાઓએ બંધારણમાં સહી કરી હતી. ETV ભારત એ 15 મહિલાઓને યાદ કરી રહી છે. જેમાં સુચેતા કૃપાલાણી, અમ્મૂ સ્વામિનાથન, સરોજિની નાયડુ, વિજયલક્ષ્મી પંડિત, દુર્ગાબાઈ દેશમુખ, રાજકુમારી અમૃત કૌર, હંસા મહેતા, બેગમ એજાઝ રસૂલ, માલાતી ચૌધરી, કમલા ચૌધરી, લીલા રોય, દક્ષિણી વેલાયુધન, રેણુકા રે, પૂર્ણિમા બેનર્જી સામેલ હતી.

know about 15 women who helped draft the indian constitution
know about 15 women who helped draft the indian constitution

By

Published : Nov 28, 2019, 1:43 PM IST

સુચેતા કૃપાલાણી

સુચેતા કૃપાલાણીનો જન્મ હરિયાણાના અંબાલા શહેરમાં 1908માં થયો હતો. 1942ના ભારત છોડો આંદોલનમાં આગવી ભૂમિકા હતી. સુચેતા કૃપાલાણીએ વર્ષ 1940માં કોંગ્રેસ પાર્ટીની મહિલા પાંખની સ્થાપના પણ કરી હતી. તેઓ સાંસદ પણ રહ્યાં હતાં. તેમને ઉત્તર પ્રદેશ સરકારમાં શ્રમ, સમુદાય વિકાસ અને ઉદ્યોગ પ્રધાન તરીકે કામગીરી કરી હતી. સુચેતા કૃપાલાણી 1963માં ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન બન્યા અને 1967 સુધી આ પદ સંભાળ્યું હતું. તેઓ ભારતના પ્રથમ મહિલા મુખ્યપ્રધાન હતાં.

સુચેતા કૃપાલાણી

અમ્મૂ સ્વામિનાથન

અમ્મૂ સ્વામિનાથનનો જન્મ કેરળના પાલઘાટ જિલ્લામાં થયો હતો. તેઓ 1952માં લોકસભા અને 1954માં રાજ્યસભામાં ચૂંટાઈ આવ્યાં હતાં. તેમણે ભારત સ્કાઉટ એન્ડ ગાઇડન્સ(1960–65) અને સેન્સર બોર્ડના અધ્યક્ષ રહ્યાં હતાં. તેમણે 1917માં મદ્રાસમાં એની બેસન્ટ, માર્ગરેટ, માલતી પટવર્ધન, દાદાભોય અને અંબુજમ્માલ સાથે મહિલા સંગઠનની રચના કરી હતી. 1946માં મદ્રાસથી બંધારણ સભાનો ભાગ પણ બન્યાં હતાં. 24 નવેમ્બર 1949ના રોજ બી.આર.આંબેડકર દ્વારા બંધારણનો ડ્રાફ્ટ પસાર કરાયો ત્યારે ચર્ચા દરમિયાન અમ્મુએ કહ્યું, 'બહારના લોકો એમ કહેતા હોય છે કે, ભારતે મહિલાઓને સમાન અધિકાર આપ્યા નથી. હવે આપણે કહી શકીએ કે, જ્યારે ભારતીય લોકોએ પોતાનું બંધારણ તૈયાર કર્યું, ત્યારે તેઓએ દેશના દરેક નાગરિકને સમાન અધિકાર આપ્યો છે.

અમ્મૂ સ્વામિનાથન

સરોજિની નાયડુ

સરોજિની નાયડુનો જન્મ 13 ફેબ્રુઆરી 1879ના રોજ અલ્હાબાદમાં થયો હતો. તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ પણ બન્યા અને ભારતના પ્રથમ મહિલા રાજ્યપાલ બન્યા હતા. તેમને કવિતાઓ લખવાનો ખૂબ જ શોખ હતો કે તેઓને ભારતના બુલબુલ તરીકે ખ્યાતિ મળી હતી. સરોજિની નાયડુને તેમની સાહિત્યિક કુશળતા માટે પણ આજે યાદ કરવામાં આવે છે.

સરોજિની નાયડુ

વિજયલક્ષ્મી પંડિત

વિજયલક્ષ્મી પંડિતનો જન્મ 18 ઓગસ્ટ 1900માં અલ્હાબાદમાં થયો હતો અને તેઓ ભારતના પહેલા વડાપ્રધાન જવાહરલાલ નહેરુની બહેન હતાં. વર્ષ 1932થી 1933, 1940 અને 1942થી 1943 સુધી બ્રિટિશરોએ તેમને ત્રણ જુદી-જુદી જેલમાં કેદ કર્યા. રાજકારણમાં લાંબી કારકીર્દિ ધરાવનાર વિજયાની સત્તાવાર શરૂઆત અલ્હાબાદ મહાનગરપાલિકાની ચૂંટણીથી થઈ હતી. વર્ષ 1936માં તે સયુક્ત પ્રાંતની વિધાનસભામાં ચૂંટાઈ આવ્યાં હતાં. 1937માં તે સ્થાનિક સરકાર અને જાહેર આરોગ્ય પ્રધાન બન્યા. આ પહેલી બન્યું જ્યારે કોઈ ભારતીય મહિલા કેબિનેટ પ્રધાન બની હોય. કોંગ્રેસ પક્ષના તમામ અધિકારીઓની જેમ બ્રિટીશ સરકારની ઘોષણાના વિરોધમાં તેમણે 1939માં રાજીનામું આપ્યું હતું.

વિજયલક્ષ્મી પંડિત

દુર્ગાબાઈ દેશમુખ

દુર્ગાબાઈ દેશમુખનો જન્મ 15 જુલાઇ 1909ના રોજ રાજમુંદ્રીમાં થયો હતો. 12 વર્ષની ઉંમરે તેમણે અસહકાર ચળવળમાં ભાગ લીધો અને મે 1930માં મદ્રાસમાં મીઠાના સત્યાગ્રહનો ભાગ બન્યા. 1936માં તેમણે આંધ્ર મહિલા સભાની સ્થાપના કરી. જે એક દાયકાની અંદર મદ્રાસ શહેરમાં શિક્ષણ અને સમાજ કલ્યાણની એક મહાન સંસ્થા બની. આ ઉપરાંત તેઓ સેન્ટ્રલ સોશિયલ વેલફેર બોર્ડ, નેશનલ કાઉન્સિલ ફોર વિમેન એજ્યુકેશન અને નેશનલ કમિટી ફોર ગર્લ્સ એન્ડ વિમેન્સ એજ્યુકેશન જેવી અનેક કેન્દ્રીય સંસ્થાઓની અધ્યક્ષ રહ્યાં હતાં. તેઓ સંસદ સભ્ય અને આયોજન પંચની સભ્ય પણ રહ્યાં હતાં. ભારતમાં સાક્ષરતાને પ્રોત્સાહન આપવા માટેના શ્રેષ્ઠ યોગદાન બદલ તેમને 1971માં ચોથો નહેરુ સાક્ષરત્તા એવોર્ડથી નવાજવામાં આવ્યાં. 1975માં તેમને 'પદ્મ વિભૂષણ' એનાયત કરાયો હતો.

દુર્ગાબાઈ દેશમુખ

રાજકુમારી અમૃત કૌર

અમૃત કૌરનો જન્મ 2 ફેબ્રુઆરી 1889ના રોજ લખનઉમાં થયો હતો. તેઓ ભારતના પ્રથમ આરોગ્ય પ્રધાન હતાં અને 10 વર્ષ સુધી આ પદ સંભાળ્યું હતું. તેઓ કપૂરથલાના પૂર્વ મહારાજાના પુત્ર હરનમસિંહની પુત્રી હતાં. તેઓ એઈમ્સના સ્થાપક હતાં અને એઈમ્સની સ્વાયતતા માટે દલીલ કરી હતી. અમૃત કૌર મહિલા શિક્ષણ, રમત-ગમત અને આરોગ્ય- સાળ-સંભાળમાં વિશ્વાસ રાખતાં હતાં.

રાજકુમારી અમૃત કૌર

હંસા મહેતા

હંસા મહેતાનો જન્મ 3 જુલાઈ, 1897ના રોજ બરોડાના દિવાન નંદશંકર મહેતાના ધરે થયો હતો. તેમણે પત્રકારત્વ અને સમાજશાસ્ત્રનો અભ્યાસ કર્યો હતો. સુધારક અને સમાજસેવક હોવા ઉપરાંત તેઓ એક શિક્ષક અને લેખકા પણ હતાં. તેમણે બાળકો માટે ગુજરાતીમાં ઘણા પુસ્તકો લખ્યા અને ગુલિવર્સ ટ્રાવેલ્સ સહિતની અનેક અંગ્રેજી વાર્તાઓનો અનુવાદ પણ કર્યો. તેઓ 1926માં બોમ્બે સ્કૂલ કમિટીમાં ચૂંટાઈ આવ્યાં હતાં અને 1945–46માં અખિલ ભારતીય મહિલા પરિષદના પ્રમુખ બન્યા હતાં.

બેગમ એજાઝ રસૂલ

બેગમ ઇજાઝનો જન્મ રજવાડી પરિવારમાં થયો હતો. તેઓ એકમાત્ર મુસ્લિમ મહિલા હતાં, જેમણે ભારતીય બંધારણ બનાવવા માટે ફાળો આપ્યો હતો. ભારત સરકાર અધિનિયમ-1935ના અમલ સાથે બેગમ અને તેમના પતિ મુસ્લિમ લીગમાં જોડાયા અને રાજકારણમાં પ્રવેશ કર્યો. 1950માં ભારતમાં મુસ્લિમ લીગનું વિસર્જન થયાં બાદ કોંગ્રેસમાં જોડાયા. તેઓ 1952માં રાજ્યસભા માટે ચૂંટાઈ આવ્યાં હતાં અને 1969થી 1990 દરમિયાન ઉત્તર પ્રદેશ વિધાનસભાના સભ્ય પણ રહ્યાં. તેઓ 1969 અને 1971ની વચ્ચે સમાજ કલ્યાણ અને લઘુમતી પ્રધાન રહ્યાં હતાં. આ પછી વર્ષ 2000માં તેમને સામાજિક કાર્યોમાં ફાળો આપવા બદલ પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યાં હતાં.

માલતી ચૌધરી

માલતી ચૌધરીનો જન્મ 1904માં પૂર્વ બંગાળ (હાલ બાંગ્લાદેશ)માં એક પ્રતિષ્ઠિત પરિવારમાં થયો હતો. વર્ષ 1921માં 16 વર્ષની ઉંમરે માલતી ચૌધરીને શાંતિ-નિકેતન મોકલવામાં આવ્યા, જ્યાં તેમને વિશ્વ ભારતીમાંન રહ્યાં. તેમણે નબકૃષ્ણ ચૌધરી સાથે લગ્ન કર્યા, જે પાછળથી ઓડિશાના મુખ્યપ્રધાન પણ બન્યા. મીઠાના સત્યાગ્રહ દરમિયાન માલતી ચૌધરી અને તેમના પતિ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં જોડાયા અને આંદોલનમાં ભાગ લીધો. 1933માં તેમણે પતિ સાથે ઉત્કલ કોંગ્રેસ સમાજવાદી કર્મ સંઘની રચના કરી, જે પાછળથી ઓલ ઈન્ડિયા કોંગ્રેસ સોશ્યલિસ્ટ પાર્ટીની ઓડિશા પ્રાંત શાખા તરીકે જાણીતી બની.

માલાતી ચૌધરી

કમલા ચૌધરી

કમલા ચૌધરીનો જન્મ લખનઉના સમૃદ્ધ પરિવારમાં થયો હતો. તેમના પરિવારની જેમ તે શાહી સરકારની વફાદારી પર રાષ્ટ્રવાદીઓમાં સામેલ થયા. વર્ષ 1930માં તેઓએ ગાંધીજીએ શરૂ કરેલી નાગરિક અવજ્ઞા ચળવળમાં સક્રિય પણે ભાગ લીધો. અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના 50માં સત્રમાં તેઓ ઉપ પ્રમુખ તરીકે રહ્યાં. 70ના દાયકાના અંતમાં લોકસભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા. કમલા એક જાણીતી લેખકા પણ હતા અને તેમની વાર્તાઓ સામાન્ય રીતે મહિલાઓની આંતરિક દુનિયા અથવા ભારતના આધુનિક રાષ્ટ્ર તરીકે ઉદ્ભવ સાથે સંકળાયેલી છે.

લીલા રોય

લીલા રોયનો જન્મ ઓક્ટોબર-1900માં આસામના ગોલપાડામાં થયો હતો. તેમના પિતા એક નાયબ મેજિસ્ટ્રેટ હતા અને રાષ્ટ્રવાદી ચળવળ પ્રત્યે સહાનુભૂતિ ધરાવતા હતા. તેમણે વર્ષ 1921માં બેથ્યૂન કોલેજમાંથી સ્નાતક થયા અને બંગાળ મહિલા ઉત્પીડન સમિતિના સહાયક સચિવ બન્યા. તેમણે મહિલાઓના અધિકારની માંગ માટે એક બેઠક ગોઠવી. 1923માં તેમણે તેમના મિત્રો સાથે દીપાલી સંઘ અને શાળાઓની સ્થાપના કરી, જે રાજકીય ચર્ચાનું કેન્દ્ર બની. જેમાં જાણીતા નેતાઓએ ભાગ લીધો હતો. વર્ષ 1937માં તેઓ કોંગ્રેસમાં સામેલ થયાં, ત્યાર પછીના વર્ષે બંગાળ પ્રાંતીય કોંગ્રેસ મહિલા સંગઠનની સ્થાપના કરી. તેઓ સુભાષચંદ્ર બોઝ દ્વારા રચિત મહિલા પેટા સમિતિના સભ્ય પણ રહ્યાં હતાં. ભારત છોડતા પહેલા નેતાજીએ લીલા રોય અને તેના પતિને પાર્ટી પ્રવૃત્તિઓનો સંપૂર્ણ હવાલો આપ્યો હતો. 1960માં તેઓ ફોરવર્ડ બ્લોક (સુભાષિસ્ટ) અને પ્રજા સમાજવાદી પાર્ટીના મર્જર સાથે રચાયેલી નવી પાર્ટીના અધ્યક્ષ બન્યાં હતાં.

દકશ્યાણી વેલયુધ્ધન

દકશ્યાણી વેલયુધ્ધનનો જન્મ 4 જુલાઈ 1912ના રોજ કોચ્ચિના આઇલેન્ડ પર થયો હતો. તેઓ શોષિત વર્ગોની અગ્રણી હતાં. વર્ષ 1945માં તેમને રાજ્ય સરકાર દ્વારા કોચ્ચિ વિધાન પરિષદમાં નિયુક્ત કરવામાં આવ્યા હતા. વર્ષ 1946માં બંધારણ સભામાં ચૂંટાયેલી તે પ્રથમ અને એકમાત્ર દલિત મહિલા હતાં. બંધારણ સભાની ચર્ચા દરમિયાન તેમણે અનુસૂચિત જાતિ સમુદાયને લગતા અનેક મુદ્દાઓ પર ડૉ. બી.આર. આંબેડકર સાથે વાતચીત કરી હતાં.

રેણુકા રે

રેણુકા એક આઈસીએસ અધિકારી સતિષચંદ્ર મુખર્જી અને અખિલ ભારતીય મહિલા સંમેલન (એઆઇડબ્લ્યુસી)ના સભ્ય ચારૂલતા મુખર્જીની પુત્રી હતાં. તેમણે લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સથી BA કર્યું હતું. 1934માં એઆઇડબ્લ્યુસીના કાયદાકીય સચિવ તરીકે કામ કરી 'ભારતમાં મહિલા કાનૂની વિકલાંગતા' નામનો દસ્તાવેજ રજૂ કર્યો. 1943થી 1946 સુધી તેઓ કેન્દ્રીય વિધાનસભા, બંધારણ સભા અને હંગામી સંસદના સભ્ય રહ્યાં હતાં. 1952થી 1957 સુધી તેમણે પશ્ચિમ બંગાળ વિધાનસભામાં રાહત અને પુનર્વસન પ્રધાન તરીકે કાર્ય કર્યું. તેમણે ઓલ બંગાળ મહિલા સંગઠન અને મહિલા સંકલન પરિષદની સ્થાપના કરી હતી.

રેણુકા રે

એની મસકૈરિની

એની મસકૈરિનીનો જન્મ કેરળના તિરુવનંતપુરમમાં થયો હતો. તેઓ ત્રાવણકોર રાજ્યમાંથી કોંગ્રેસમાં જોડાનાર પ્રથમ મહિલાઓમાંની એક હતાં. ત્રાવણકોર સ્ટેટ કોંગ્રેસ વર્કિંગ કમિટીમાં ભાગ લેનારા પહેલા મહિલા હતાં. તેઓએ ત્રાવણકોર રાજ્યમાં ભારતીય રાષ્ટ્ર સાથે સ્વતંત્રતા અને એકીકરણ માટેની ચળવળના એક નેતા તરીકેની ભૂમિકા ભજવી હતી. રાજકીય સક્રિયતા માટે તેમને 1939થી 1977 દરમિયાન વિવિધ સમયગાળા માટે કેદ કરવામાં આવ્યા. વર્ષ 1951માં પ્રથમવાર તેઓ લોકસભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા. તેઓ કેરળના પ્રથમ મહિલા સાંસદ હતાં.

એની મસકૈરિની

પૂર્ણિમા બેનર્જી

પૂર્ણિમા બેનર્જી ઉત્તર પ્રદેશના અલ્હાબાદમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિના સચિવ હતા. તેઓ ઉત્તર પ્રદેશની મહિલાઓના જૂથનો સભ્ય હતાં, જે 1930 અને 40ના દાયકાના અંતમાં સ્વતંત્રતા ચળવળમાં મોખરે હતા. તેમને સત્યાગ્રહ અને ભારત છોડો આંદોલનમાં ભાગ લેવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. બંધારણ સભામાં પૂર્ણિમા બેનર્જીના ભાષણોનું બીજું વિશેષ પાસું એ હતું કે તેમની સમાજવાદી વિચારધારા પ્રત્યેની પ્રતિબદ્ધતા. શહેર સમિતિના સચિવ તરીકે, તે ટ્રેડ યુનિયનનું આયોજન, ખેડૂત મંડળો યોજવા અને વધુને વધુ ગ્રામીણ જોડાણ તરફ કામ કરવા માટે જવાબદારી લેતા હતા.

ABOUT THE AUTHOR

...view details