નવી દિલ્હીઃ છત્તીસગઢમાં આજથી ખેડૂતો માટેની એક મોટી યોજના શરૂ થઈ રહી છે. પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની પુણ્યતિથિ પર ભુપેશ બઘેલ આજથી કિસાન ન્યાય યોજનાની શરૂઆત કરી રહ્યાં છે. રાહુલ ગાંધીએ ઘણી વાર આ યોજના વિશે વાત કરી છે.
છત્તીસગઢમાં રાહુલ ગાંધીનો ડ્રીમ પ્રોજક્ટ લૉન્ચ, બઘેલ સરકાર ખેડૂતોના ખાતામાં 5700 કરોડ જમા કરશે - Rajiv Gandhi Kisan Nyay Yojana
છત્તીસગઢમાં આજથી ખેડૂતો માટેની એક મોટી યોજના શરૂ થઈ રહી છે. પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની પુણ્યતિથિ પર ભુપેશ બઘેલ આજથી કિસાન ન્યાય યોજનાની શરૂઆત કરી રહ્યાં છે. રાહુલ ગાંધીએ ઘણીવાર આ યોજના વિશે વાત કરી છે.
છત્તીસગઢમાં રાહુલ ગાંધીનો ડ્રીમ પ્રોજક્ટ લૉન્ચ
છત્તીસગઢ ન્યાય યોજનાની શરૂઆત કરનાર પ્રથમ કોંગ્રેસ શાસિત રાજ્ય છે. આ યોજના અંતર્ગત રૂ. 5700 કરોડની રકમ ચાર હપ્તામાં ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવશે. સીએમ ભુપેશ બઘેલએ છત્તીસગઢમાં 'રાજીવ ગાંધી કિસાન ન્યાય યોજના'ની શરૂઆત કરી છે. આ અંતર્ગત સરકાર ખેડૂતોને એકર દીઠ 10,000 રૂપિયાની સહાય આપશે. જેનો સીધો ફાયદો રાજ્યના 19 લાખ રવી ખેડૂતોને થશે. આ ઉપરાંત કઠોળ અને તેલીબિયાંના પાકને પણ સહાય મળશે.