પોંડ્ડુચેરી: લેફ્ટનન્ટ ગવર્નર કિરણ બેદીએ સોમવારે જાહેરાત કરી કે, તે આખા નાણાંકીય વર્ષના કોવિડ-19 ફંડમાં દર મહિને તેના પગારનો 30 ટકા ફાળો આપશે.
કિરણ બેદીએ COVID-19 ફંડમાં પોતાના પગારમાંથી 30 ટકા રકમ ફાળવી - કોરોના વાઈરસ ન્યૂઝ
પોંડ્ડુચેરીના લેફ્ટનન્ટ ગવર્નર કિરણ બેદીએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને એક ઈ-મેલ મોકલ્યો હતો. જેમાં તેમને કહ્યું હતું કે, તે આખા નાણાંકીય વર્ષ માટે તે કોવિડ -19 ફંડમાં દર મહિને તેના પગારનો 30 ટકા ફાળો આપશે.
બેદીએ એક પ્રકાશનમાં જણાવ્યું હતું કે, તેમણે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને પોતાનો નિર્ણય જણાવતા એક ઈ-મેલ મોકલ્યો હતો. રવિવારે રાત્રે રાષ્ટ્રપતિને આપેલા સંદેશમાં ભૂતપૂર્વ IPS અધિકારી કિરન બેદીએ કહ્યું હતું કે, 'તમારા સૌથી સક્ષમ નેતૃત્વ હેઠળ આપણો દેશ ઘણા વિકસિત અને સમૃદ્ધ દેશોની તુલનામાં સફળ થઈ રહ્યો છે. ભારત સરકારે કોરોના વાઈરસના જોખમને ટાળવા માટે રાહતનાં પગલાં ભર્યા છે.
તેમણે કહ્યું કે, મને લાગે છે કે આ નાણાંકીય વર્ષનાં મારા પગારમાં સ્વૈચ્છિક 30 ટકા આપીને થોડું યોગદાન આપવું પણ મારું કર્તવ્ય છે.