ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કોણે કિરણ બેદીને કહ્યા હિટલરની બહેન! - Puducherry cm

પુડ્ડુચેરી : પુડ્ડુચેરીના મુખ્યપ્રધાન વી નારાયણસ્વામીએ ઉપરાજ્યપાલ કિરણ બેદીના કામની અલોચના કરતા કહ્યું કે, તે જર્મન સરમુખત્યાર એડોલ્ફ હિટલરની બહેન લાગે છે.

etv bharat

By

Published : Nov 20, 2019, 10:30 AM IST

પુડ્ડુચેરીના મુખ્યપ્રધાન વી નારાયણસામીએ ઉપરાજ્યપાલ કિરણ બેદીની કામગીરીના રીતની ટીકા કરતા કહ્યું કે, તેઓ જર્મન સરમુખત્યાર એડોલ્ફ હિટલરની 'બહેન લાગે છે' અને જ્યારે પણ તેઓ કેબિનેટના નિર્ણયોને નકારે છે ત્યારે તેમનું લોહી ઉકળે છે.

કિરણ બેદી પુડ્ડુચેરીના રાજ્યપાલ બન્યા બાદ તેમની કાર્પયપદ્વતિ પર સવાલ ઉઠાવનારા નારાયણસામીએ આરોપ લગાવ્યો હતો કે, તેઓ ચૂંટાયેલી સરકારના નિર્ણયોને નકારી સરકારની કામગીરીમાં 'દખલ' કરી રહ્યા છે.

નારાયણસ્વામીએ પાર્ટી કાર્યાલયમાં પૂર્વ વડાપ્રધાન ઈન્દિરાગાંધીની જ્યંતી પર સત્તારુઢ કોંગ્રેસના કાર્યકર્તાઓને કહ્યુ કે, તે એક તાનાશાહીની જેમ કામ કરી રહી છે. અને જર્મન એડોલ્ફ હિટલરની બહેન લાગે છે.

કોઈપણ રાજ્યના રાજ્યપાલ અને કેન્દ્રશાસિત પ્રદેશના ઉપરાજ્યપાલ તેમના રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશના નિયમિત કામકાજમાં દખલ કરતા નથી. નારાયણસામીએ તેમની સિંગાપોર યાત્રાને અંગે કહ્યું કે, તે કેન્દ્ર સરકારની મંજૂરી બાદ જ ઉદ્યોગ પ્રધાન શાહજહાં અને DMK ધારાસભ્ય શિવા સાથે સિંગાપોર ગયા હતા અને તેમણે પોતે આ પ્રવાસ માટે ખર્ચ ઉઠાવ્યો હતા.

મુખ્યપ્રધાને કહ્યું કે, ઉપરાજ્યપાલે અમારી યાત્રા પર સવાલ ઉઠાવ્યા છે. આમારી યાત્રા માટે કિરણ બેદીની મંજૂરીની આવશ્યકતા નથી. કારણ કે, અમે તેમના નોકર કે ગુલામ નથી.

ABOUT THE AUTHOR

...view details