લખનઉઃ કાનપુર પોલીસ ફરી એકવાર સવાલોમાં ઘેરાઈ છે. કાનપુરમાં લેબ આસિસન્ટેન્ટ સંજિત યાદવનું અપરહરણ કર્યા બાદ તેની હત્યા કરાઈ છે. આ મામલે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ટ્વીટ કરીને યોગી સરકાર પર કટાક્ષ કર્યો હતો.
નોંધનીય છે કે, 22 જૂને લેબ આસિસ્ટેન્ટનું અપહરણ થયું હતું. તેમના પરિવારનું કહેવું છે કે, "તેને છોડાવવા માટે પોલીસના કહેવા પર અમે જેમ- તેમ કરીને 30 લાખ રૂપિયા ખંડણીના ચૂકવ્યા હતા. તેમ છતાં અપહરણકર્તાઓએ સંજિતની હત્યા કરી દીધી છે."
આ અંગે મૃતકના પરિવારે પોલીસ પર ગંભીર આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, પોલીસની બેદરાકારીના કારણે તેની હત્યા થઈ છે.
તો બીજી તરફ કાનપુર રેન્જ IG મોહિત અગ્રવાલે જણાવ્યું હતું કે, પીડિત (સંજીત યાજવ)ના સંબંધીઓનો દાવો છે કે, તેમણે અપહરણકર્તાઓને 30 લાખ રૂપિયાની ખંડણી આપી હતી. પરંતુ અમારી તપાસમાં તેમણે અપહરણકર્તાઓએ પૈસા ચૂકવ્યા હોય તેવું જાણવા મળ્યું નથી. હાલ અમે આ મામલે તપાસ કરી રહ્યાં છીએ.
સંજિત યાદવ અપહરણકાંડમાં કાનપુર SSP દિનેશકુમાર પીએ ગુરુવાર મોડી રાત્રે એક વીડિયો જાહેર કરતાં આ મામલે ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. SSPએ જણાવ્યું હતું કે, 26થી 27 જૂન વચ્ચે સંજિત યાદવનું મર્ડર થયું હતું. જેની ગુરુવાર સવારથી આશંકા હતી.
પોલીસે પીડિત પરિવારને સવારે જ આ અંગે ખુલાસો કર્યો હતો. SSPએ જણાવ્યું હતું કે, 29 જૂને ખંડણીની માગ કરાઈ હતી. હાલ, આ મામલે મૃતકના બે મિત્રોની ધરપકડ કરાઈ છે.
મળતી માહિતી પ્રમાણે 26થી27 જૂનની વચ્ચે સંજિતની હત્યા કરાઈ હતી. ત્યારબાદ તેના શવને નદીમાં ફેંદી દીધો હતો.