દિલ્હી: અભિનેત્રી ખુશ્બુ સુંદર ભાજપમાં જોડાઈ છે. તેમણે પાર્ટીના દિલ્હી મુખ્યાલયમાં ભાજપનું સભ્યપદ લીધું હતું. કોંગ્રેસે તેમને તેમના રાષ્ટ્રીય પ્રવક્તાના પદ પરથી હટાવ્યા હતા, ત્યારબાદ ખુશ્બુ સુંદરે પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હતું.
અભિનેત્રી ખુશબુ સુંદરે કોંગ્રેસમાંથી આપ્યું રાજીનામું, કેસરિયો ખેસ કર્યો ધારણ - અભિનેત્રી ખુશબુ સુંદર ભાજપમાં સામેલ
કોંગ્રેસ પાર્ટીએ સોમવારે ખુશ્બુ સુંદરને રાષ્ટ્રીય પ્રવક્તા પદેથી હટાવી દીધી હતી. હવે તે ભાજપમાં જોડાઈ ગઈ છે. સુંદરને દક્ષિણ ભારતમાં કોંગ્રેસ પાર્ટીના એક મુખ્ય ચહેરા તરીકે જોવામાં આવતું હતું.
![અભિનેત્રી ખુશબુ સુંદરે કોંગ્રેસમાંથી આપ્યું રાજીનામું, કેસરિયો ખેસ કર્યો ધારણ ખુશબુ સુંદર](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9145551-714-9145551-1602492393377.jpg)
ખુશબુ સુંદર
પાર્ટીના રાષ્ટ્રીય સચિવ (મીડિયા) પ્રણવ ઝા દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં જણાવ્યા અનુસાર, ખુશ્બુ સુંદરને પ્રવક્તાના પદ પરથી હટાવવામાં આવ્યા છે.
સૂત્રો મુજબ, 2019 ની લોકસભા ચૂંટણીમાં ટિકિટ ન મળતા તે ગુસ્સે થયા હતા.