ગુજરાત

gujarat

ETV Bharat / bharat

હરિયાણા ચૂંટણી: પ્રચારમાં નેતાઓ ભૂલ્યા ભાષાની મર્યાદા ! - કોંગ્રેસ સતત માફીની માગ કરી રહ્યા છે

ચંડીગઢ: હરિયાણાના મુખ્યપ્રધાન મનોહર લાલ ખટ્ટરે ચૂંટણી સભામાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી પર આપત્તિજનક શબ્દો કહ્યા હતા. જેને લઈ રાજકારણમાં બખેડો ઊભો થયો છે. ખટ્ટરે સોનિયા ગાંધીને મરેલી ઉંદડી તરીકે સંબોધન કર્યું હતું.

khattar controversial statment

By

Published : Oct 14, 2019, 2:37 PM IST

આ નિવેદનને લઈ કોંગ્રેસ પાર્ટીના નેતાઓ મુખ્યપ્રધાન ખટ્ટર પર લાલઘૂમ થઈ ગયા છે. આ ઘટના બાદ મહારાષ્ટ્ર કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ નિતિ રાઉતે મનોહર લાલ ખટ્ટરને 'ખચ્ચર' કહી દીધા હતા.

સીએમ ખટ્ટરે સોનિયા ગાંધીને મરેલી ઉંદરડી કહ્યા...
સીએમ ખટ્ટરે પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, 'કોંગ્રેસના અધ્યક્ષ શોધવા માટે સમગ્ર દેશમાં ફર્યા પણ અધ્યક્ષ મળ્યા નહીં. ફરતા ફરતા ત્રણ મહિના વીતી ગયા અને ત્રણ મહિના પછી પણ મળ્યું કોણ, સોનિયા ગાંધી. ફરી પાછુ ગાંધી પરિવાર, એટલે કે..ખોદ્યો પહાડ અને નિકળ્યો ઉંદર, એ પણ મરેલો.' ખટ્ટરના આ નિવેદન સામે કોંગ્રેસે વાંધો ઉઠાવ્યો છે. આ ઘટના બાદ કોંગ્રેસે ખટ્ટર પાસે માફી માગવાની વાત કહી છે.

ખટ્ટર માફી માગે !
મનોહર લાલ ખટ્ટર પોતાની પાર્ટીના એક મહિલા ઉમેદવાર માટે પ્રચાર કરવા ગયા હતા. અને મંચ પરથી એક મહિલા માટે જ અભદ્ર ટિપ્પણી કરી આવ્યા. આ ઘટના બાદ કોંગ્રેસ નેતાઓ તેમની પાસે માફી મંગાવવાની વાત કહી રહ્યા છે.

દિલ્હીમાં થશે પ્રદર્શન
હરિયાણાના મુખ્યપ્રધાન મનોહર લાલ ખટ્ટરના વિવાદીત નિવેદનની આગ છેક દિલ્હી સુધી પહોંચી છે. કોંગ્રેસ આજે દિલ્હીમાં પ્રદર્શન કરશે. દિલ્હી પ્રદેશ મહિલા કોંગ્રેસ અધ્યક્ષ શર્મિષ્ઠા મુખર્જીની આગેવાનીમાં કોંગ્રેસ આજે ભાજપ કાર્યાલયની બહાર મોર્ચો પણ કાઢશે.

ABOUT THE AUTHOR

...view details