ગુજરાત

gujarat

ETV Bharat / bharat

સંવિધાનના મૂળ રૂપના સિદ્ધાંત આપનારા કેશવાનંદ ભારતીનું નિધન - કેરળના કાસરગોડ

કેશવાનંદ ભારતી શ્રીપદગવરૂનું કેરળના કાસરગોડમાં 79 વર્ષની ઉંમરે નિધન થયું છે. તે સંવિધાનના મૂળ ઢાંચાના સિદ્ધાંતો આપનારા સંત હતા.

કેશવાનંદ ભારતી
કેશવાનંદ ભારતી

By

Published : Sep 6, 2020, 12:46 PM IST

કાસરગોડઃ સંવિધાનના મૂળ ઢાંચાના સિદ્ધાંત આપનારા કેશવાનંદ ભારતીનું કેરળના કાસરગોડમાં નિધન થયું છે.

પોલીસે જણાવ્યું કે, કેરળ નિવાસી સંત કેશવાનંદ ભારતી શ્રીપદગવરૂનું ઇદાનીર મઠમાં ઉંમરને સંબંધી બિમારીને લીધે 79 વર્ષે નિધન થયું છે.

પોલીસે કહ્યું કે, અમને મળેલી સૂચના મુજબ રવિવારે વહેલી સવારે લગભગ સાડા ત્રણ કલાકે તેમનું નિધન થયું હતું.

ઉલ્લેખનીય છે કે, ચાર દશક પહેલા ભારતીએ કેરળ ભૂમિ સુધાર કાયદાને ચેતવણી આપી હતી, જેના પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે સંવિધાનના મૂળ રુપનો સિદ્ધાંત આપ્યો અને આ નિર્ણય સુપ્રીમ કોર્ટની અત્યાર સુધીની સૌથી મોટી પીઠે આપ્યો હતો. જેમાં 13 ન્યાયાધીશો સામેલ હતા.

કેશવાનંદ ભારતી કેરળ રાજ્ય મામલે 68 દિવસ સુધી સુનાવણી થઇ હતી અને અત્યાર સુધી સુપ્રીમ કોર્ટમાં સૌથી વધુ સમય સુધી કેસ પર ચાલેલી સુનાવણી મામલે આ મોખરે છે.

આ કેસની સુનાવણી 31 ઓક્ટોબર, 1972 માં શરૂ થઇ હતી અને 23 માર્ચ 1973 ના દિવસે પૂર્ણ થઇ હતી. ભારતીય સંવિધાનિક કાયદામાં આ કેસની સૌથી વધુ ચર્ચા થઇ હતી.

મદ્રાસ હાઇકોર્ટના સેવાનિવૃત ન્યાયાધીશના ચંદ્રુથી આ મામલે મહત્વ વિશે જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કેશવાનંદ ભારતી કેસનું મહત્વ તેના પર આવેલા નિર્ણયને લીધે છે, જે અનુસાર સંવિધાનમાં સંશોધન કરી શકાય છે, પરંતુ તેના મુળ રૂપમાં નહીં.

ABOUT THE AUTHOR

...view details