ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પ્રેમની કોઇ ઉંમર ના હોય, કેરળના વૃદ્ધાશ્રમમાં પહેલીવાર વૃદ્ધ જોડાએ કર્યા લગ્ન - કેરળમાં વૃદ્ધ જોડાએ કર્યા લગ્ન

કેરળઃ કહેવાય છે કે, પ્રેમની કોઈ ઉંમર નથી હોતી. ગમે ત્યારે ગમે તેની સાથે થઈ જાય છે. આ વાતને સાબિત કરતો કિસ્સો કેરળના વૃદ્ધાશ્રમમાં જોવા મળ્યો હતો. જ્યાં વૃદ્ધોએ લગ્ન કરી પોતાના પ્રેમને એક નામ આપ્યું છે.

કેરળ
કેરળ

By

Published : Dec 29, 2019, 1:16 PM IST

થ્રિસૂર જિલ્લામાં આવેલા રામાવરમપુરમ સ્થિત વૃદ્ધાશ્રમમાં રહેતા 66 વર્ષીય લક્ષ્મી અમ્મલ અને કોચાનિયાન મેનન લગ્નના અતૂટ બંધનમાં બંધાયા છે. અમ્મલ અને કોચાનિયાન બે વર્ષ પહેલા વૃદ્ધાશ્રમમાં મળ્યા. બસ, ત્યારથી જ બંનેના પ્રેમની શરૂઆત થઈ જેને તેમને લગ્નનું નામ આપ્યું હતું.

શુક્રવારના દિવસે મહેંદી સહિતના રીત-રિવાજ સાથે લગ્ન કરવામાં આવ્યાં હતા. અમ્મલ લાગ રંગની સાડીમાં ખૂબ સુંદર લાગતાં હતાં. તો કોચાનિયાન વરરાજના પોશાકમાં શોભી ઉઠ્યા હતાં.

કેરળના વૃદ્ધાશ્રમમાં પહેલીવાર વૃદ્ધ જોડાએ કર્યા લગ્ન

વૃદ્ધાશ્રમમાં પહેલીવાર લગ્ન થયા હતા. જેમાં કૃષિ પ્રધાનન વી.એસ, સુનીલ કુમાર સહિત અનેક અધિકારીઓ હાજર રહ્યાં છે. જેમણે ફેસબુક પેજ પર પણ વૃદ્ધ જોડાને શુભેચ્છા પાઠવી હતી.

ઉલ્લેખનીય છે કે, લક્ષ્મી અમ્મલના દિગવંત પતિ કૃષ્ણયારના સહાયક હતા. પતિ મૃત્યુ બાદ અમ્મલને જ્યારે મદદની જરૂર પડી ત્યારે કોચાનિયાન તેની પડખે રહેતા હતાં. ત્યારબાદ તેમણે અમ્મ લક્ષ્મીને રામાવરમપુરમ વૃદ્ધાશ્રમમાં છોડ્યા હતા. ત્યારબાદ થોડો સમય વીત્યા પછી તેઓ ફરીથી લક્ષ્મીને મળ્યા અને બંનેએ લગ્ન કરી લીધા હતા.

ABOUT THE AUTHOR

...view details