ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કેરળમાં મહિલા પોલીસકર્મીને જીવતી સળગાવાઈ, ઘટનાસ્થળે જ મોત થયું - police officer

માવેલિક્કારાઃ લોકોની રક્ષા કરતી પોલીસ પણ હવે સુરક્ષિત નથી. આવી જ એક ચોંકાવનારી ઘટના સામે આી છે. કેરળમાં મહિલા પોલીસ કોન્સ્ટેબલને એક વ્યક્તિએ કથિત રીતે જીવતી સળગાવી છે.

hd

By

Published : Jun 16, 2019, 8:19 PM IST

કેરળમાં અસહ્ય ઘટના સામે આવી છે. કેરળના માવેલિક્કારામાં એક વ્યક્તિ દ્વારા કથિત રીતે મહિલા પોલીસકર્મીને સળગાવી દેવાની ઘટના પ્રકાશિત થઈ છે. સળગાવવામાં આવેલી 34 વર્ષીય મહિલાનું મૃત્યુ થઈ ગયુ છે.

આ મહિલા પોલીસ કર્મી માવેલિક્કારાના વલ્લીકુન્નમ પોલીસ મથકે ફરજ બજાવતી હતી. પોલીસ પાસે મળેલી પ્રાપ્ત વિગતો અનુસાર મહિલા જ્યારે ડ્યુટી પૂર્ણ કરીને ઘરે જઈ રહી હતી તે દરમિયાન આરોપીએ તેની પર પેટ્રોલ છાંટીને આગ લગાવી દીધી હતી.

મહિલાનું ઘટના સ્થળે જ મૃત્યુ થવાની પુષ્ટિ પોલીસ વિભાગે કરી છે. તેમજ આરોપીની ધરપકડ કરી લેવાના સમાચાર મળ્યા છે, ઉપરાંત મહિલાને સળગાવતા દરમિયાન આરોપી પણ આગની ઝપેટમાં આવી જતા તેને હોસ્પિટલમાં ભર્તી કરવામાં આવ્યો છે.

તેમજ આ મુદ્દે વધારે તપાસ કરવામાં આવી રહી હોવાનું પોલીસ વિભાગે જણાવ્યુ છે.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details