ગુજરાત

gujarat

ETV Bharat / bharat

માનવતા બની શર્મશાર, ત્રિપુરામાં 90 વર્ષીય વૃદ્ધા સાથે સામૂહિક દુષ્કર્મ - સામૂહિક દુષ્કર્મ

ત્રિપુરામાં 90 વર્ષીય વૃદ્ધ મહિલા સાથે 2 નરાધમોએ દુષ્કર્મ આચર્યું છે. આ 2 આરોપીમાંથી એક આરોપી પીડિતાને દાદી કહીને બોલાવતો હતો.

માનવતા બની શર્મશાર, ત્રિપુરામાં 90 વર્ષીય વૃદ્ધ સાથે સામૂહિક દુષ્કર્મ
માનવતા બની શર્મશાર, ત્રિપુરામાં 90 વર્ષીય વૃદ્ધ સાથે સામૂહિક દુષ્કર્મ

By

Published : Oct 31, 2020, 8:22 PM IST

  • માનવતા બની શર્મશાર
  • ત્રિપુરામાં 90 વર્ષીય વૃદ્ધા સાથે સામૂહિક દુષ્કર્મ
  • આરોપી પીડિતાને કહેતો હતો દાદી

અગરતલાઃ ત્રિપુરામાં 90 વર્ષીય વૃદ્ધ મહિલા સાથે સામૂહિક દુષ્કર્મની ઘટના સામે આવી છે. એક પોલીસ અધિકારીએ શનિવારે જણાવ્યું કે, આ ઘટના ઉત્તર ત્રિપુરા જિલ્લાના કંચનપુર વિસ્તારના એક ગામની છે, જ્યાં 24 ઓક્ટોબરના રોજ 2 નરાધમ આરોપીએ વૃદ્ધ મહિલાના ઘરમાં ઘૂસી દુષ્કર્મ આચર્યું છે.

પીડિતાના સંબંધિએ ફરિયાદ નોંધાવી

પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, પીડિતાના સંબંધિએ 29 ઓક્ટોબરના રોજ ફરિયાદ નોંધાવી છે. ઘટના બાદ બન્ને આરોપી ફરાર છે. જેથી પોલીસે આરોપીની ધરપકડ કરવા કાર્યવાહી હાથ ધરી છે.

પીડિતા ઘરમાં એકલી રહેતી હતી

પોલીસ અધિકારીએ કહ્યું કે, એક આરોપી પીડિતાને 'દાદી' કહેતો હતો, જે પોતાના ઘરમાં એકલી રહેતી હતી. આ ઘટના રાત્રીના સમયે બની છે. રાત્રીના સમયે આરોપી અન્ય આરોપી સાથે વૃદ્ધના ઘરમાં ઘૂસી દુષ્કર્મ આચર્યું હતું.

5 દિવસ બાદ દુષ્કર્મની ફરિયાદ દાખલ

અધિકારીએ જણાવ્યું કે, ઘટના બાદ પીડિતા બિમાર થયાં હતા, પરંતુ ફરિયાદ કરી નહોતી. ઘટનાના 5 દિવસ બાદ પીડિતાના સંબંધિને ઘટનાની જાણ થતાં તેમણે ફરિયાદ દાખલ કરી હતી.

પોલીસે તપાસ શરૂ કરી

વધુમાં પોલીસ અધિકારીએ જણાવ્યું કે, ફરિયાદ બાદ પીડિતાને હૉસ્પિટલ લઇ જવામાં આવી અને નિવેદન નોંધવામાં આવ્યું છે. જે નિવેદનના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.

ABOUT THE AUTHOR

...view details