ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કેરળ: કોરોના મેડિકલ ટીમ પર હુમલો કર્યા બાદ સ્વાગત - પૂનથુરા ગામ ન્યૂઝ

કેરળના તિરુવનંતપુરમના પૂનથુરા ગામે પહોંચેલી તબીબી ટીમ પર ગામ લોકોએ હુમલો કર્યો હતો, પરંતુ રવિવારે ગ્રામજનોએ પોતાની ભૂલ સુધારીને આરોગ્ય કર્મચારીઓને બોલાવીને તેમનું સ્વાગત કર્યું હતું.

કોરોના
કોરોના

By

Published : Jul 13, 2020, 4:26 PM IST

તિરુવનંતપુરમ: ગત સપ્તાહે, તબીબી ટીમ તિરુવનંતપુરમના પૂનથુરા ગામે પહોંચી હતી, અને કોરોનાના નમૂના લેવામાં આવ્યા હતા. આ વાત પર ગામલોકોએ તેમના પર હુમલો કર્યો હતો. જો કે, બાદમાં તેઓને તેમની ભૂલનો અહેસાસ થયો હતો અને રવિવારે ગ્રામજનોએ ભૂલ સુધારી અને આરોગ્ય કર્મચારીઓને ફૂલો આપીને તેમનું સ્વાગત કર્યું.

વિરોધ દરમિયાન આરોગ્ય કર્મચારીઓ સાથે કરાયેલા ગેરવર્તન બદલ ગ્રામજનોએ માફી પણ માંગી હતી. આરોગ્ય કર્મચારીઓ માટે રિસેપ્શનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

વલિયાથુરા સ્પેશિયલ હોસ્પિટલમાં કામ કરતાં ડૉક્ટરે એક અજીબ કિસ્સો સંભળાવ્યો હતો. ટીમના સભ્ય ડો દયુતિ હરિપ્રસાદ કહે છે કે તેમને 10 દિવસ પહેલા તેનું મેડિકલ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. ડોકટરો માટે ત્રણ મહિના માટે ગ્રામીણ સેવા ફરજિયાત છે.

ડૉ દયૂતિ કહે છે, "જ્યારે અમે ત્યાં પહોંચ્યા ત્યારે ગામલોકોએ બૂમરાણ મચાવી હતી અને અમારી કાર પર હુમલો કર્યો હતો. અમે લોકોને ખાતરી આપવાનો પ્રયત્ન કર્યો કે અમે આરોગ્ય ટીમના સભ્યો છીએ, અમે સ્વોબ કલેક્શન માટે આવ્યા છીએ. આ સમય દરમિયાન, ગામલોકોએ તેમના માસ્ક કાઢીને કારની અંદર ઉધરસ ખાધી. અમે બધા ડરી ગયા અને ત્યાંથી પાછા ફરવાનું નક્કી કર્યું.

પૂનથુરા એ તિરુવનંતપુરમ શહેરની હદમાં એક ગીચ વસ્તી ધરાવતું ગામ છે. તેને રાજ્યનો પ્રથમ કોવિડ 19 સુપર સ્પ્રેડ જાહેર કરાયો હતો. તાજેતરમાં તિરુવનંતપુરમ કોર્પોરેશન વિસ્તારમાં ટ્રિપલ લોકડાઉન લગાડવામાં આવ્યું હતું. પૂનથુરા ક્ષેત્રમાં 1192 કોવિડ પરીક્ષણમાં 243 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા.

ABOUT THE AUTHOR

...view details