તિરુવનંતપુરમ: નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીના (NIA) અધિકારીઓએ રવિવારે તિરુવનંતપુરમના પટૂરમાં UAEના દુતાવાસની તપાસ કરી હતી. સાત સભ્યોની ટીમ તપાસ માટે દુતાવાસ પહોંચી હતી.
દૂતાવાસના સહાયક પણ સોનાની દાણચોરીના કેસમાં સંડોવાયેલા હોવાની શંકાના આધારે NIAની ટીમે આ કાર્યવાહી કરી હતી. જોકે સહાયક ગયા અઠવાડિયા UAE જતા રહ્યા હતા.
આ કેસના પ્રથમ આરોપી સરિથને પુરાવા એકત્રિત કરવા માટે સોમવારે તિરુવનંતપુરમ લાવવામાં આવશે. અન્ય આરોપીઓમાં સ્વપ્ન સ્વરૂપ અને સંદીપ નાયર પણ સામેલ છે. જેમને રવિવારે તિરુવનંતપુરમમાં NIA દ્વારા લાવવામાં આવ્યા હતા.
NIA ટૂંક સમયમાં સીએમના પૂર્વ મુખ્ય સચિવ એમ. શિવશંકરની પૂછપરછ પણ કરશે. આ પૂછપરછ કોચીના NIAના હેડક્વાર્ટરમાં થશે.