મલપ્પુરમ (કેરળ): કેરળના તિરુવનંતપુરમ વિમાનમથક બાદ હવે કરિપુર આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર સોનાની દાણચોરીનો કિસ્સો સામે આવ્યો છે. અહીં બે લોકોને 1.195 કિલો સોના સાથે ધરપકડ કરવામાં આવી છે.
કેરળના કરીપુર આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર 1.195 કિલો સોના સાથે બે લોકોની ધરપકડ - કરીપુર આંતરરાષ્ટ્રીય વિમાનમથક
દેશના અનેક આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સોનાની દાણચોરીના કિસ્સા સામે આવતા હોય છે. ત્યારે કેરળના કરીપુર આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર 1.195 કિલો સોનાની સાથે બે લોકોની ધરપકડ કરવામાં આવી છે.
![કેરળના કરીપુર આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર 1.195 કિલો સોના સાથે બે લોકોની ધરપકડ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સોનાની દાણચોરી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8030301-551-8030301-1594784849770.jpg)
આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સોનાની દાણચોરી
મળતી માહિતી મુજબ એક વ્યક્તિ પાસેથી 637 ગ્રામ સોનું અને બીજા પાસેથી 558 ગ્રામ સોનું મળી આવ્યું હતું. બંનેએ શર્ટના કોલર અને બેલ્ટમાં સોનું છુપાવ્યું હતું.
દેશના અનેક આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સોનાની દાણચોરીના કિસ્સા સામે આવતા હોય છે. હાલમાં તિરુવનંતપુરમ વિમાનમથક પર કસ્ટમ અધિકારીઓએ 30 કિલો સોનું ઝડપ્યું હતું.