નવી દિલ્હી: કેરળના કોલ્લમ જિલ્લામાં સગર્ભા હાથણીના મોત મામલે જાહેર હિતની અરજી કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર, કેરળ સરકાર અને 12 રાજ્યોને આ મામલે જવાબ આપવા નોટિસ ફટકારી છે. પીઆઈએલમાં કહ્યું છે કે સર્વોચ્ચ અદાલતે વિસ્ફોટકોનો ઉપયોગ કરવા જેવી પ્રથાના બર્બર પદ્ધતિઓને ગેરકાયદેસર અને ગેરબંધારણીય અને આર્ટિકલ 14 અને 21 નું ઉલ્લંઘન જાહેર કરે.
વળી, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે પ્રાણી નિવારણ ક્રૂરતા અધિનિયમ, 1960 માં જરૂરી સુધારા કરવા અને શિક્ષાત્મક પ્રણાલીને વધુ કડક બનાવવા આદેશો જારી કરવા જોઈએ.