ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ઇતિહાસકાર રામચંદ્ર ગુહા બોલ્યાં- 'રાહુલને સાંસદ બનાવી કેરળે વિનાશકારી કામ કર્યું' - રામચંદ્ર ગુહા

કોઝિકોડઃ દેશના પ્રખ્યાત ઇતિહાસકાર રામચંદ્ર ગુહાએ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કરાવ્યાં હતાં. તેમણે કહ્યું કે, કેરળના લોકોએ રાહુલ ગાંધીને પસંદ કરીને વિનાશકારી કામ કર્યું છે. ગુહાએ કેરળના સાહિત્ય મહોત્સવના બીજા દિવસે 'રાષ્ટ્ર ભક્તિ બનામ અંધરાષ્ટ્રીયતા' વિષય પર આયોજિત કાર્યક્રમને સંબોધિત કર્યું હતું.

Etv Bharat, Gujarati News, Ramchandra Guha, Rahul Gandhi
ઇતિહાસકાર રામચંદ્ર ગુહાને રાહુલ ગાંધી પર સાધ્યું નિશાન

By

Published : Jan 18, 2020, 1:28 PM IST

તે દરમિયાન તેમણે કહ્યું કે, 'અંગત રીતે હું રાહુલ ગાંધી વિરોધી નથી. તે એક સારા વ્યક્તિ છે, પરંતુ યુવા ભારત પાંચમી પીઢીના રાજવંશ ઇચ્છતું નથી. જો તમે મલયાલી લોકો 2024માં પણ રાહુલ ગાંધીને ફરીથી પસંદ કરવાની ભૂલ કરશો તો તમે સીધો નરેન્દ્ર મોદીને જ ફાયદો થશે.' ગુહાએ પોતાના સંબોધનમાં કહ્યું કે, 'કેરળે ભારત માટે અદ્ભુત કામ કર્યું છે, પરંતુ રાહુલ ગાંધીને સંસદમાં મોકલીને પોતાના માટે વિનાશકારી કામ કર્યું છે.'

મહત્વનું છે કે, રાહુલ ગાંધીને 2019 લોકસભા ચૂંટણીમાં ગાંધી પરિવારના ગઢ ઉત્તરપ્રદેશના અમેઠીમાં હાર મળી હતી, જ્યારે કેરળના વાયનાડથી તેમને જીત મેળવી હતી. પ્રખ્યાત ઇતિહાસકારે આગળ કહ્યું કે, 'પાંચમી પેઢીના રાજવંશ રાહુલ ગાંધી પાસે ભારતીય રાજનીતિમાં મહેનત કરી છે અને તે ખૂબ જ પરિશ્રમ કરે છે. ક્યારેક યૂરોપ જવા માટે રજા લેતા નથી.'

તેમણે કોંગ્રેસના પ્રમુખ સોનિયા ગાંધી પર પણ નિશાન સાધ્યું હતું અને 'મુગલ વંશના અંતના' પ્રવાસથી તેમની સ્થિતિની તુલના કરી હતી. ગુહાએ કહ્યું કે, 'આઝાદીના આંદોલનમાં પ્રમુખ પાર્ટી રહી કોંગ્રેસ હવે હિન્દુત્વ અને અંધ રાષ્ટ્રવાદના વધવાથી એક દયનીય પારિવારિક કંપની બની છે.'

ABOUT THE AUTHOR

...view details