- કેરળના મુખ્ય પ્રધાને કેન્દ્રીય એજન્સીઓની ટીકા કરી
- કોવિડ-19 બેઠકમાં એજન્સીઓ અંગે પણ ચર્ચા થઇ
- એજન્સીઓએ વિકૃત માનસિકતા ધરાવતા લોકોની ધૂન પર નાચવું ન જોઇએઃ સીએમ વિજયન
તિરુવનંતપુરમઃ કેરળના મુખ્ય પ્રધાન પિનરાઇ વિજયને રાજ્યમાં લાઇફ મિશન અને કે-ફોન પરિયોજનાઓ સહિત કેટલાક મામલે તપાસ કરી રહેલી કેન્દ્રીય એજન્સીઓની ટીકા કરતા કહ્યું કે, આ એજન્સીઓએ વિકૃત માનસિકતા ધરાવતા લોકોની ધૂન પર નાચવું ન જોઇએ.
કેગ રિપોર્ટ માગવા અંગે એજન્સીઓ વિરુદ્ધ નારાજગી દર્શાવી હોવાની શક્યતા
અહીં કોવિડ-19ની સમીક્ષા બેઠકમાં સામેલ થયા બાદ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી આયોજિત સંવાદદાત સંમેલનમાં વિજયને તે બધી તપાસ એજન્સીઓ વિરુદ્ધ નારાજગી દર્શાવી કે, જેમણે અલગ-અલગ વિકાસ પરિયોજનાઓનું વિવરણ અને KIIFB પર કેગ રિપોર્ટ માગ્યો છે.
જો કે, એક રિપોર્ટ અનુસાર ભારતના નિયંત્રક અને મહાલેખાપરીક્ષકે (કેગ) કહ્યું હતું કે, કેરળ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ ફંડ બોર્ડ (KIIFB) ગેરબંધારણીય રીતે ઋણ લઇ રહ્યું છે.