તિરુવનંતપુરમઃ દેશભરમાં ફેલાયેલા કોરોના વાઈરસ રોગચાળા વચ્ચે આજે રવિવારે કેરળના મુખ્યપ્રધાન પિનરાઇ વિજયનનો 76મો જન્મદિવસ છે. જો કે, વિજયન કોવિડ-19ના ફેલાવાને રોકવા માટેના પગલા લેવામાં વ્યસ્ત છે. આવી વિકટ પરિસ્થિતિમાં અને કોરોના સામેની લડાઈમાં સારૂ કામ કરી કેરળની જનતાને વધુ આત્મવિશ્વાસ ઉભો કર્યો છે.
પિનરાઈ વિજયનના જન્મદિવસની સાથે રાજ્યમાં એમના શાસનકાળ પણ ચાર વર્ષ પૂરા થયા છે. તેમણે પહેલેથી જ કહ્યું છે કે, રોગચાળાના આ સમયમાં વર્ષગાંઠને લઈને કોઈ ઉજવણી નહીં થાય.
અગાઉ ગત વર્ષે જન્મદિવસ પ્રસંગને અમની પાર્ટી અને ગઠબંધનને લોકસભાની ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ચાર વર્ષ પહેલા મુખ્યપ્રધાન પદના શપથ દરમિયાન તેમણે કહ્યું હતું કે, આજે મારો જન્મદિવસ છે. આ પહેલા જન્મદિવસ 24 માર્ચે માનવામાં આવતો હતો. આ બધા માટે આશ્ચર્યજનક હતું, કારણ કે રાજ્યના લોકો વિજયન વિશે ઘણી વસ્તુઓ જાણતા નથી.
પિનરાઈ વિજયનના ચાહકો પોતોના લોકપ્રિય નેતા જ્યારે એમના વિરોધી નેતાઓ રાજકારણી માને છે. વિજયનનું કહેવું છે કે, જ્યાં સુધી પાર્ટી તેમને ખોટા નથી સમજતી ત્યાં સુધી તેઓ ખુશ છે. પિનરાઈ વિજયન દેશ એવા મુખ્ય પ્રધાન છે, જેમણે 15 વર્ષ સુધી રાજ્યના સચિવ પદનો કાર્યભાર સંભાળ્યો છે. વિજયન સીપીએમના કેરળ એકમના રાજ્ય સચિવ પણ રહી ચૂક્યા છે. આજે કોરોના સામે લડવા માટે વિજયને અસરકારક પગલા લીધા છે.