ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કેરળમાં સ્થાનિક મંડળની ચૂંટણીનું પ્રથમ તબક્કા માટે મતદાન શરૂ - મતદાન

કેરળમાં આજે સ્થાનિક મંડળની ચૂંટણી માટે પ્રથમ તબક્કાના મતદાન યોજાશે. રાજ્યના પાંચ જિલ્લા, તિરુવનંતપુરમ, કોલ્લમ, પઠાણમથીટ્ટા, અલાપ્પુઝા અને ઇડુક્કીના 395 સ્થાનિક સંસ્થાઓના 6910 વોર્ડમાં મતદાન યોજાશે.

kerala
kerala

By

Published : Dec 8, 2020, 7:20 AM IST

તિરુવનંતપુરમઃ કેરળમાં આજે સ્થાનિક મંડળની ચૂંટણી માટે પ્રથમ તબક્કાના મતદાન યોજાશે. રાજ્યના પાંચ જિલ્લા, તિરુવનંતપુરમ, કોલ્લમ, પઠાણમથીટ્ટા, અલાપ્પુઝા અને ઇડુક્કીના 395 સ્થાનિક સંસ્થાઓના 6910 વોર્ડમાં મતદાન યોજાશે.

કેરળમાં સ્થાનિક મંડળની ચૂંટણી માટે મતદાન

આપને જણાવી દઈએ કે રાજ્યના પાંચ જિલ્લામાં 8 ડિસેમ્બરે સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીના પ્રથમ તબક્કાના પ્રચારને રવિવારે સાંજે રોકી દેવામાં આવ્યો હતો.

કોવિડ -19 ને કારણે પ્રચારમાં એટલી ભીડભાડ નહોતી જોવા મળી, મોટા ભાગના વિસ્તારોમાં કોરોના ગાઈડલાઈન્સનું પાલન કરી રેલીઓ કાઢવામાં આવી હતી.

ત્રણ તબક્કામાં મતદાન

એર્નાકુલમ, કોટ્ટાયમ, થ્રિસુર, પલક્કડ અને વાયનાડમાં 10 ડિસેમ્બરે બીજા તબક્કા માટે મતદાન યોજાશે. મલપ્પુરમ, કોઝિકોડ, કન્નુર અને કસારગોદમાં 14 ડિસેમ્બરે ત્રીજા તબક્કા માટે મતદાન યોજાનાર છે. જયારે 16 ડિસેમ્બરે મતગણતરી કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details