નાગરિકત્વ ફક્ત કેન્દ્ર સરકારના ક્ષેત્રમાં આવે છે. રાજ્ય સરકારની કોઈ ભૂમિકા નથી. તો તે અંગે કેરળે તેમાં હસ્તક્ષેપ કરવાની જરૂર નથી. કેરળમાં ગેરકાયદેસર રહેતા વસાહતીઓ નથી.
કેરળ વિધાનસભામાં CAA વિરૂદ્ઘ પસાર કરેલો ઠરાવ ગેરમાન્યઃ રાજ્યપાલ આરિફ મહોમ્મદ ખાન - Arif Mohammed Khan
તિરુવનંતપુરમ: કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાને ગુરૂવારે કહ્યું કે, રાજ્યની વિધાનસભામાં નાગરિકતા સંશોધન કાયદા(CAA) વિરૂદ્ધ પસાર કરાયેલો ઠરાબ બંધારણીય રીતે યોગ્ય નથી. તેમાં રાજ્યની કોઈ ભૂમિકા હોતી નથી. કારણ કે નાગરિકત્વ કેન્દ્ર સરકારના કાર્યક્ષેત્ર હેઠળ આવે છે, જેથી આ ઠરાવની કોઈ બંધારણીય અથવા કાનૂની માન્યતા નથી.
kerala-assembly-resolution-against-caa-has-no-legal-validity-says-governor
ઉલ્લેખનીય છે કે, સરકારે નાગરિકતા સંશોધન કાયદા સામે વિધાનસભામાં ઠરાવ પસાર કર્યો હતો. રાજ્યપાલ આ ઠરાવને ગેરકાયદેસર ગણાવી રહ્યાં છે.