નવી દિલ્હી: આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ આજે એટલે કે રવિવારે ત્રીજી વખત દિલ્હીના મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા છે. રામલીલા મેદાનમાં જનતાને મુખ્ય મહેમાન તરીકે બોલાવી છે. કેજરીવાલે દિલ્હીમાં ત્રીજીવાર CM તરીકે શપથ લીધા હતાં. અરવિંદ કેજરીવાલની સાથે જ મનીષ સિસોદીયા અને સત્યેન્દ્ર જૈને પણ શપથ લીધા હતાં. આ સમારોહ પહેલા જ AAP કાર્યકર્તાઓએ રામલીલા મેદાનમાં ધન્યવાદ દિલ્હીના બેનર લગાવ્યા હતા. શપથગ્રહણમાં દિલ્હીના લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું.
જો કે, પાર્ટીએ વડાપ્રધાન મોદીને બાદ કરતા અન્ય કોઈ નેતાને આમંત્રણ આપ્યું નથી. AAPએ અલગ અલગ વિસ્તારમાં કામ કરનારા 50 લોકોને શપથગ્રહણ દરમિયાન કેજરીવાલ સાથે મંચ પર ભાગીદાર થવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ લોકોને ‘દિલ્હીના નિર્માતા’ તરીકે સંબોધવામાં આવ્યાં છે. મનીષ સિસોદીયાએ કહ્યું કે, દિલ્હીના આ નિર્માતાઓએ છેલ્લા પાંચ વર્ષોમાં વિકાસમાં મહત્વની ભૂમિકા અદા કરી છે.
રામલીલી મેદાન અરવિંદ કેજરીવાલે શપથ ગ્રહણ કર્યા હતાં. મેદાનમાં અંદાજીત 45 હજાર ખુરશી રાખવામાં આવી હતી અને ઘણા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી હતી. ખુદ કેજરીવાલ ઑડિયો અને વીડિયોના માધ્યમથી દિલ્હીની જનતાને મોટા પ્રમાણમાં હાજર રહેવા આમંત્રણ આપ્યું હતું.
રામલીલા મેદાનને સજાવવામાં આવ્યું
ચૂંટણીમાં પોતાના મત દ્વારા દિલ્હીની જનતાએ જણાવ્યું કે, તેમને આમ આદમી પાર્ટી પર જ વિશ્વાસ છે. 2013 અને 2015ની જેમ 2020માં પણ અરવિંદ કેજરીવાલ ત્રીજી વખત મુખ્ય પ્રધાન પદના શપથ લેવા જઇ રહ્યા છે. જેથી દિલ્હીના ઐતિહાસિક રામલીલા મેદાનને સજાવવામાં આવ્યું છે. મેદાનમાં 45 હજાર ખુરશી રાખવામાં આવી છે. તમામ ખુરશીઓ કોઈ VIP મહેમાન માટે નહીં, પરંતુ દિલ્હીની જનતા માટે રાખવામાં આવી છે.
જનતાને આપ્યું આમંત્રણ