નવી દિલ્હીઃ મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે દિલ્હીના ઘણા વિસ્તારોમાં હિંસા અંગે કહ્યું છે કે, દિલ્હીના સરહદી વિસ્તારોના ધારાસભ્યો સાથે વાત કરી છે. જેમાં ધારાસભ્યોએ કહ્યું હતું કે, ઘણા લોકો દિલ્હીમાં હિંસા ફેલાવવા માટે બહારથી આવી રહ્યા છે, દિલ્હીની સરહદ સીલ કરવાની જરૂર છે.
દિલ્હીની બોર્ડર સીલ કરવી જરૂરી, લોકો શાંતિ રાખે: અરવિંદ કેજરીવાલ - ગૃહ પ્રધાન
નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે મંગળવારે કહ્યું કે, હિંસા મામલે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને મળ્યો હતો.
અરવિંદ કેજરીવાલે તમામ પક્ષોને શાંતિ જાળવવા અપીલ કરી છે અને દિલ્હીના તમામ જિલ્લા મેજિસ્ટ્રેટ્સ અને એસડીએમને તેમના સંબંધિત વિસ્તારોમાં શાંતિ પદયાત્રા કરવા અને લોકોને શાંતિ જાળવવા અપીલ કરી છે. અરવિંદ કેજરીવાલે કહ્યું કે, મેં તોફાનગ્રસ્ત વિસ્તારોના ધારાસભ્યો સાથે બેઠક યોજી છે. જેમાં તમામ પક્ષના ધારાસભ્યો સામેલ છે. તમામ ઇજાગ્રસ્તોને શ્રેષ્ઠ સારવાર આપવા તમામ હોસ્પિટલોને સુચના આપવામાં આવી છે.
તોફાનગ્રસ્ત વિસ્તારોમાં મદદ પૂરી પાડવામાં કોઈ સમસ્યા હોય તો તમામ વિભાગોને પોલીસની મદદ લેવાનું કહેવામાં આવ્યું છે. દિલ્હીમાં હિંસા મામલે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને મળ્યો હતો.