ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મોદી સરકાર વિરુદ્ધ કેજરીવાલનો સત્યાગ્રહ, વિપક્ષીઓ રહેશે હાજર - rally

નવી દિલ્હી: લોકસભાની ચુંટણીના બે મહીનાનો જેટલો જ સમય બચ્યો છે. તેવામાં રાજકીય દળ કેંન્દ્રની મોદી સરકારને ધેરી રહી છે. વિપક્ષી પાર્ટીઓ મહાગઠબંધન તરફ આગળ વધી રહી છે. જેને લઇને આજે અરવિંદ કેજરીવાલ સત્યાગ્રહ કરવા જઇ રહ્યાં છે.

સ્પોટ ફોટો

By

Published : Feb 13, 2019, 1:29 PM IST

આજે દિલ્હીના જંતર મંતર પર AAP આ સત્યાગ્રહની આગેવાની કરવા જઇ રહી છે. આ સત્યાગ્રહમાં વિપક્ષમા ટોંચના નેતા પણ જોડાવાની આશંકા છે. આ સત્યાગ્રહમાં "તાનાશાહી દૂર કરો-લોકતંત્ર બચાઓ રેલી બોલાવવામાં આવી છે.

કેજરીવાલના આ સત્યાગ્રહમાં પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી અને આંધ્ર પ્રદેશના ચંદ્રબાબુ નાયડુ પણ જોડાશે. એટલું જ નહીં આ સત્યાગ્રમાં શામેલ થવા રાહુલગાંધીને પણ આમંત્રણ પાઠવ્યું છે. આ સત્યાગ્રહમાં NCPના અધ્યક્ષ શરદ પવાર, સપા નેતા રામગોપાલ યાદવ, DMK નેતા કનિમોઇ, JDS નેતા એચ ડી દેવગૌડા, શરદ યાદવ, શત્રુન્ધ સિન્હા, યશવંત સિન્હા પણ શામેલ થશે.

માહિતી અનુસાર આ જંતર મંતર રેલીમાં અરવિંદ કેજરીવાલ બપોરે 2 કલાકે પહોંચશે.

13 ફેબ્રુઆરીની રેલી બાદ દિલ્હીમાં AAPના ધારાસભ્ય અને કાઉન્સિલર મોદી સરકારની વિરૂદ્ધ પ્રચાર કરશે. 15 ફેબ્રુઆરીથી શરૂ થનારા આ કેમ્પેનના લીડર ધારાસભ્ય અને કાઉન્સિલરની નીચે હશે, જે ધરે ધરે જઇને લોકો સાથે વાતચીત કરશે.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details