નવી દિલ્હી : કોરોના વાઇરસને લઇને દેશ પરેશાન છે, ત્યારે કેજરીવાલે એક વીડિયોમાં સંદેશ આપ્યો છે કે, સરકાર ભૂખ્યા લોકોને ભોજન આપી રહી છે, પરંતુ જો કોઈ તમારા વિસ્તારમાં ભૂખ્યો છે, તો પછી તેને ખોરાક આપવામાં સહાય કરો.
કર્મચારી અને વર્કરના પૈસા કાપશો નહીં, તેને એડવાન્સ આપજો : CM કેજરીવાલ - અરવિંદ કેજરીવાલ
કોરોના વાઇરસ સામેના યુદ્ધમાં મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે સામાન્ય લોકો પાસેથી સહયોગની માગ કરી છે. આ મુશ્કેલ પરિસ્થિતિમાં સરકાર અનેક પગલાં પણ લઈ રહી છે, ત્યારે આવી સ્થિતિમાં કેજરીવાલે સામાન્ય લોકોને સહયોગ આપવા માગ કરી છે.
![કર્મચારી અને વર્કરના પૈસા કાપશો નહીં, તેને એડવાન્સ આપજો : CM કેજરીવાલ કેજરીવાલ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6587251-thumbnail-3x2-hgff.jpg)
કેજરીવાલ
આ અંગે કેજરીવાલે કહ્યું કે, જો કોઇએ કર્મચારી, મજૂર રાખ્યા હોય તો લોકડાઉન સમયગાળા દરમિયાન તેના પૈસા કાપશો નહીં, તેને એડવાન્સ પૈસા આપજો.