ગુજરાત

gujarat

ETV Bharat / bharat

CM કેજરીવાલે જોબ પોર્ટલ શરૂ કર્યું, કહ્યું - હવે અર્થવ્યવસ્થા પર ફોકસ - કેજરીવાલે જોબ પોર્ટલ શરૂ કર્યું

દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ અને શ્રમપ્રધાન ગોપાલ રાયે આજે જોબ પોર્ટલ શરૂ કર્યું છે. આના માધ્યમથી રોજગાર આપનારા અને રોજગાર મેળવનારાઓને પ્લેટફોર્મ આપવામાં આવશે. જ્યાંથી તેઓ નોંધણી કરાવીને એકબીજાને મદદ કરી શકશે.

kejriwal-lanches-job-portal-to-revive-delhis-economy
CM કેજરીવાલે જોબ પોર્ટલ શરૂ કર્યું, કહ્યું - હવે અર્થવ્યવસ્થા પર ફોકસ

By

Published : Jul 27, 2020, 4:33 PM IST

નવી દિલ્હીઃ દિલ્હી સરકાર હવે કોરોના કેસ ઓછા થવાના કારણે પાટનગર દિલ્હીમાં અર્થવ્યવસ્થાને પાટા પર લાવવાનો પ્રયાસ કરી રહી છે. મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે આજે આને લઇને જ જોબ પોર્ટલ શરૂ કર્યું છે. અગાઉ મુખ્યપ્રધાને કહ્યું હતું કે, 2 કરોડ લોકોની મહેનત અને સાવધાનીને કારણે કોરોનાની સ્થિતિ દિલ્હીમાં ઘણી સુધરી છે. દિલ્હી મોડેલની હવે દેશ અને દુનિયામાં ચર્ચા થઈ રહી છે.

તેમણે કહ્યું કે, એક તરફ દેશ અને દુનિયામાં કોરોના કેસ વધી રહ્યાં છે, જ્યારે દિલ્હીમાં સંખ્યા ઓછી થઈ રહી છે. દિલ્હીના 88 ટકા લોકો કોરોનાથી સ્વસ્થ થયા છે. મુખ્યપ્રધાને કહ્યું કે, મૃત્યુ પામનારાઓની સંખ્યામાં મોટો ઘટાડો થયો છે. જો કે મૃત્યુઆંક પણ ઓછો હોવો જોઈએ, પરંતુ જૂનમાં, એક સમયે એક દિવસમાં 100 લોકો મરી રહ્યા હતા, પરંતુ પાછલા દિવસે માત્ર 21 લોકોના મોત થયાં હતા.

તેમણે કહ્યું કે, ચાલો સાથે મળીને અર્થવ્યવસ્થામાં સુધારો કરીએ. કોરોના દરમિયાન પણ, અમે વહેલી તકે લોકડાઉનઉન ખોલવાની હિમાયત કરી અને પરિસ્થિતિને સુધારી. મુખ્યપ્રધાને કહ્યું કે હવે જ્યારે તમામ રાજ્યોમાં ફરીથી લોકડાઉન થઈ રહ્યું છે. અમને તેની જરૂર નથી. તેમણે કહ્યું કે, કોરોનાને કારણે ઘણા લોકો દિલ્હી છોડી ગયા હતા. આજે કામદારો અહીં નથી મળતા, જે લોકો નોકરીની શોધમાં છે તેઓને કામ મળતું નથી.

મુખ્યપ્રધાને કહ્યું કે, આજે દિલ્હી સરકાર આ બંને વચ્ચે સુમેળ બનાવવા માટે jobs.delhi.gov.in. નામનું પોર્ટલ શરૂ કરવા જઈ રહી છે. તેમણે કહ્યું કે, જેને કોઈ પણ પ્રકારના કામદારની જરૂર હોય, તેણે આ વેબસાઇટ પર જઈને નોંધણી કરાવવી જોઈએ. જ્યારે જેને કામની જરૂર હોય તે તેની કુશળતા અનુસાર નોંધણી કરાવી શકે છે. તેમાં તમામ પ્રકારની કેટેગરીઝ આપવામાં આવી છે. મુખ્યપ્રધાને કહ્યું કે, આ એક પ્રકારનું રોજગાર બજાર છે, જેમાં નોકરી આપવાવાળા અને નોકરી શોધનારા લોકો આવશે.

મુખ્યપ્રધાને દિલ્હી છોડેલા લોકોને દિલ્હી પાછા ફરવાની અપીલ પણ કરી હતી. તેમણે કહ્યું હતું કે, હવે અહીં બજારો, દુકાનો, ઉદ્યોગ નિર્માણના કામો બધા ખુલી રહ્યાં છે અને કામદારોની જરૂર છે. શ્રમપ્રધાન ગોપાલ રાયે કહ્યું કે, આ પોર્ટલ પર નોંધણી કરવા માટે પૈસાની જરૂર પડશે નહીં. તેમણે એમ પણ કહ્યું હતું કે, ઘણા એવા મજૂરો હશે જેમને ઇન્ટરનેટનો ઉપયોગ કેવી રીતે કરવો તે ખબર નથી. આ માટે તેમણે યુવાનોને આસપાસના આવા કામદારોની મદદ કરવા અપીલ કરી છે.

ABOUT THE AUTHOR

...view details