નવી દિલ્હીઃ 16 ફેબ્રુઆરીએ રામલીલા મેદાનમાં અરવિંદ કેજરીવાલ ફરી એકવાર મુખ્યપ્રધાન પદ તરીકેની શપથ લેશે. આ સમારોહમાં અનેક રાજકીય દિગ્ગજો હાજર રહેવાના છે. ત્યારે કેજરીવાલે વડાપ્રધાનને સમારોહમાં સામેલ થવા માટે આમંત્રણ મોકલ્યું છે.
શપથ ગ્રહણ સમારોહ માટે કેજરીવાલે PM મોદીને આપ્યું આમંત્રણ
રવિવારે રામલીલા મેદાનમાં અરવિંદ કેજરીવાલો શપથ ગ્રહણ સમારોહ યોજાવાનો છે.જેમાં સામેલ થવા માટે અરવિંદ કેજરીવાલે PM મોદી ખાસ આમંત્રણ મોકલ્યું છે.
આ સમારોહમાં વડાપ્રધાન મોદી સહિત મફલર મેન પણ આ શપથ સમારોહમાં સામેલ થવા આમંત્રિત કર્યો છે.કેજરીવાલે ટ્વીટ કરીને દિલ્હીવાસીઓને ટ્વીટ કરીને કહ્યું હતું કે, "તમારો દીકરો ત્રીજીવાર શપથ લેવા જઈ રહ્યો છે. તમે બધા આશીર્વાદ આપવા જરૂર આવજો."
નોંધનીય છે કે, કેજરીવાલની પાર્ટી આમ આદમી પાર્ટીએ દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં 70 માંથી 62 બેઠકો પર વિજય મેળવ્યો હતો, જ્યારે ભારતીય જનતા પાર્ટીને માત્ર આઠ બેઠકો મળી હતી. તો કોંગ્રેસ ગત વખતની જેમ આ વખતે પણ ખાતું ખોલવામાં નિષ્ફળ નીવડી હતી.