નવી દિલ્હીઃ દિલ્હી સરકારે 10 જૂનથી આલ્કોહોલ પર 70 ટકાના દરે વિશેષ કોરોના ટેક્સ નાબૂદ કરવાનો નિર્ણય લીધો છે. જેથી હવે આલ્કોહોલ સસ્તી થશે. દિલ્હી સરકારે લોકડાઉનના ત્રીજા તબક્કામાં દારૂના વેચાણની મંજૂરી આપી હતી.
લોકડાઉન દરમિયાન 40 દિવસ સુધી દિલ્હીમાં દારૂ વેચાયો ન હતો. દુકાનો બંધ કરી દેવામાં આવી હતી, પરંતુ મે માસમાં લોકડાઉનનો ત્રીજો તબક્કો શરૂ થયો ત્યારે દિલ્હી સરકારે દારૂની દુકાનો ખોલવાની મંજૂરી આપી હતી. તે પછી જે રીતે ત્યાં ખરીદદારોની ભીડ એકઠી થઈ, તેને કાબૂમાં રાખવી મુશ્કેલ બની ગઇ હતી. દારૂ પર કોરોના ટેક્સ 5 મેથી લગાવવામાં આવ્યો હતો.
લોકડાઉન 3.0ના બીજા દિવસે એટલે કે મેથી, દિલ્હી સરકારે ભીડ નિયંત્રણ માટે દારૂના ભાવમાં 70 ટકા વધારાના સાથે કોરોના ટેક્સ લગાવ્યો હતો. જેથી મોંઘા દારૂના કારણે ભીડ ઓછી થઇ જાય. જોકે ટેક્સના કારણે દારૂની દુકાનનો પર ભીડ થવાની બંધ થઇ ગઇ હતી.